Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જામકંડોરણા પંથકની યુવતી પર નવાગઢના હિતેષ કોળીએ બળાત્કાર ગુજાર્યો

જેતપુર નવાગઢના હિતેષ કોળીએ યુવતીને ભગાડી અમદાવાદ લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ લગ્નની ના પાડી માર માર્યો

રાજકોટ તા.૧૧: જામકંડોરણા પંથકની યુવતીને જેતપુર નવાગઢના કોળી શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવતીના ઘરે અને અમદાવાદ ભગાડી જઇ ગેસ્ટ હાઉસમાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામકંડોરણા પંથકમાં રહેતી યુવતી ગત જન્માષ્ટમીના મેળામાં જેતપુર ગઇ હતી ત્યારે નવાગઢ સામાકાંઠે રહેતો કોળી શખ્સ હિતેષ કાળુ ધીરેજીયા સાથે મુલાકાત થઇ હતી બાદ હિતેષે યુવતીને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો ત્યારબાદ હિતેષ યુવતીના ઘરે જઇ તેને મોબાઇલ ફોન આપ્યો હતો. બાદ બંન્ને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી હતઇ બાદ એક દિવસ યુવતી ઘરે એકલી હતી ત્યારે હિતેષ કોળીએ ઘરે આવી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ હિતેષે યુવતીના જન્મ અંગેના ડોકયુમેન્ટ લઇ ભાગ લગ્ન કરવાનું કહી તે યુવતીને ભગાડી જઇ અમદાવાદ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ગેસ્ટ હાઉસમાં હિતેષે યુવતી પર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ લગ્ન કરવાનું કહેતા હિતેષે યુવતીને માર મારી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ અંગે યુવતીએ જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)