Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કચ્છનાં ભોલારી લશ્કરી હવાઇ મથક સહિત સરહદ આસપાસ જંગી વિમાનો તૈનાત

જોધપુર, તા. ૧૧ :  ભારત સાથે તનાવ વચ્ચે પાકિસ્તાની વાયુ સેનાએ રાજસ્થાન અને ગુજરાતની સરહદો પાસેના લશ્કરી હવાઇ મથકો નજીક લડાકુ વિમાનો  તૈનાત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે કચ્છની પાસે બનેલા ભોલારી લશ્કરી હવાઇ મથકે પણ જેએફ-૧૭ એરક્રાફટ આવી ગયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરથી બાડમેર સરહદ સુધી ૧૦૭૦ કિ.મી.ની આંતરરાષ્ટ્રીય સરદહમાં  સમાંતર પાકિસ્તાનમાં  ર મુખ્ય એરફોર્સ સ્ટેશન અને ૬ ફોરવર્ડ હવાઇ મથક છે. પાકિસ્તાનના દક્ષિણમાં સ્થિત સૌથી મોટા હવાઇ મથક કરાંચીનાં મસરૂર અને સહારા-એ-ફૈસલમાં લડાકુ વિમાનો છે.

જે ભારતની સાથે તનાવ વધતાં પશ્ચિમી મોરચા ઉપર મોકલવામાં આવ્યા છે. બાડમેર અને જેસલમેરના સમાંતર પાકિસ્તાનનાં મીરપુર ખાસ તલહર, નવાબ શાઇર, અને સુખહર ફોરવર્ડ હવાઇ મથક સક્રિય થઇ ગયું છે. પાકિસ્તાનનની પાસે મિલીટ્રી સેટેલાઇટ નથી જયારે ભારતે પોતાનું સેટેલાઇટ પાકિસ્તાન ઉપર રાખ્યુ છે. પાકિસ્તાને ચીન પાસે સહાય માંગીને અનમેન્ડ એરિયલ વ્હીકલ મારફત ભારત ઉપર નજર રાખી શકશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ ઉપર કાર્યવાહી કરવી પડી. કારણ કે પાકિસ્તાન ચુપચાપ બેઠુ હતું. તેથી અમે આતંકવાદીઓ અને તેના અડ્ડાઓ ઉપર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો.

 

(3:29 pm IST)