Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સુરેન્દ્રનગર હની ટ્રેપ પ્રકરણ : આરોપીએ ૩ વર્ષ પહેલા ૩ લાખનો તોડ કર્યો હતો

 વઢવાણ તા ૧૧ :  સુરેન્દ્રનગરમાં હની ટ્રેપના કિસ્સામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પોલીસ રીમાન્ડ લઇ રહી છે, જેમાં બનાવના માસ્ટર માઇન્ડ એવા અનીરૂધ્ધસિંહે ત્રણ વર્ષ પહેલા પણ એક વ્યકિતને શિકાર બનાવ્યો હતો. જેમાં રૂપિયા ૨૦ લાખની માંગણી કરી અંતે રૂૈપિયા ૩ લાખ લીધા હતા.

સુરેન્દ્રનગરમાં સુવાળા સબંધો બાંધી પૈસા પડાવનારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેમાં મહિલા હીના બાવાજી માસ્ટર માઇન્ડ અનિરૂધ્ધસિંહ અને અશોક રામી હાલ પોલીસ રીમાન્ડ પર છે. છેલ્લા થોડા વર્ષોથી આ ગેંગે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું મનાતું હતું. પરંતુ આબરૂ  જવાની બીકે કોઇ આગળ આવતું ન હતુ, ત્યારે પોલીસે આવા કીસ્સાઓમાં ભોગ બનનારને આગળ આવવા અપીલ કરી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં રહેતા  એક વ્યકિતને માસ્ટર માઇન્ડે અનીરૂધ્ધસિંહ આ  જ  રીતે વાસનાની જાળમાં ફસાવી તોડ કર્યાની વીગતો પોલીસ મથકે પહોંચી છે, જેમાં  મહિલા પણ બીજી હતી અને અનિરૂધ્ધસિંહનો સાથીદાર પણ બીજો હતો, જે તે સમયે અશ્લીલ ફોટા અને વિડીયો બતાવી અનિરૂધ્ધસિંહે તે વ્યકિત પાસેથી રૂપિયા ૨૦ લાખની માંગણી કરી હતી, પરંતુ  છેલ્લે રકઝકના અંતે રૂપિયા ૩ લાખ અનિરૂધ્ધસિંહે લીધા હતા. આ બનાવમાં ફરીયાદીને અનિરૂધ્ધસિંહના મોબાઇલમાં રહેલી અન્ય મહિલાના ફોટા બતાવી  તેની  ઓળખના પ્રયાસો હાથ ધરાયા છે.

(3:27 pm IST)