Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જુનાગઢમાં નકલી પોલીસ બનીને પૈસા ખંખેરનાર ૩ શખ્સો જેલહવાલે

 જુનાગઢ, તા. ૧૧ : જુનાગઢમાં ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે રહેતા લખુભાઇ રણમણભાઇ કેશવાલા (ઉ.વ.પપ) પોતાના સ્કૂટર પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં હતાં.

ત્યારે ત્રણ શખ્સોએ પોલીસનું આઇકાર્ડ બનાવીને લખુભાઇને રોકી તેમની સાથે ઝપાઝપી કરીને નાસી ગયા હતાં.

આ અંગે પ્રૌઢે પોલીસને જાણ કરતા બી-ડીવીઝનના પીએસઆઇ કિંજલ મારૂએ ત્વરીત તપાસ હાથ ધરીને મહારાષ્ટ્રનો કલંર શાહબુદ્દીન, મહમદ મુનીર અને અકબર શેરખાન પઠાણ નામના શખ્સોની ધરપકડ કરી હતી અને ત્રિપુટી પાસેથી સ્કૂટર તેમજ બે મોબાઇલ વગેરે કબ્જે કરેલ.

આ શખ્સોને પી.એસ.આઇ. કે.કે. મારૂએ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ત્રણેય શખ્સોને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.

(3:27 pm IST)