Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ મળી : ૫ હજાર વર્ષ જુનુ કબ્રસ્તાન મળતા સર્વે

ભુજ તા. ૧૧ : આ પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિની વસાહત અંગે અનેકવિધ સંશોધનો થઈ રહ્યા છે. કચ્છમાં આર્કિયોલીજીકલ સર્વે પ્રમાણેઙ્ગ અહીં માનવ વસાહતના સૌથી જુના અવશેષો ધોળાવીરા (રાપર) માં મળી આવ્યા છે. સમગ્ર વિશ્વમાં ૫ હજાર વર્ષ જૂની કચ્છની ધોળાવીરાની માનવ વસાહતના અવશેષો એ દેશ વિદેશના આર્કિલોજીકલ એકસપર્ટ્સ અને તેમાં રસ ધરાવનારાઓને આકર્ષ્યા છે. જેને પગલે કચ્છના અન્ય વિસ્તારોમાં પણ ઉત્ત્।ખનન દ્વારા સર્વે ચાલુ છે. ૨૦૧૬ માં કેરાલા યુનિવર્સિટી દ્વારા અબડાસાના ખટિયા ગામના સરપંચ નારણભાઇ જાજાણીની સાથે મળીને અહીં ઉત્તખનન શરૂ કરાયું હતું.

જેમાં કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગની ટીમના ડો. રાજેશ એસ.વી., ડો. અભયન, ડો. ભાનુપ્રકાશ શર્માના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક છાત્રો સાથે કચ્છ યુનિવર્સિટીના ડો. સુભાષ ભંડારી, જયપાલસિંહ જાડેજા, એમ.એસ. યુનિવર્સિટી વડોદરા, પુના કોલેજના નિષ્ણાતો જોડાયા હતા. આ ઉત્ત્।ખનન દરમ્યાનઙ્ગ ૨૫૦ થી વધુ માનવ કંકાલ ધરાવતું ૫૦૦૦ હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે. અહીં ૨૬ કબર નું ખોદકામ કરાયું હતું, જે તમામ લંબચોરસ આકારની છે. દરેકની સાઈઝ અલગ અલગ છે. સૌથી મોટી કબર ૬.૯ મીટર ની અને નાની કબર ૧.૨ મીટરની છે. માથું પૂર્વ તરફ છે, અમૂકમાં પગ પાસે માટીના વાસણો મળી આવ્યા છે. આ માટીના વાસણોના અવશેષો પાકિસ્તાનમાં થી મળી આવેલી સાઈટ જેવા છે. ખટિયા ગામે થી ખોદકામ દરમ્યાન શંખની બંગડીઓ, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ જેવી વસ્તુઓ પણ મળી આવી છે. માનવ કંકાલની સાથે પ્રાણીઓના અવશેષો પણ મળી આવ્યા છે.

આ આખું કબ્રસ્તાન ૩૦૦ ચોરસ મીટર ના વિસ્તારમાં થી મળી આવ્યું છે. જે ૪૬૦૦ વર્ષ થી ૫૨૦૦ વર્ષ જૂનું હોવાનું આર્કિયોલોજી નિષ્ણાતો માની રહ્યા છે. હવે , આગળ વધુ રિસર્ચ માટે એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના ડો. કાંતિ પરમારના નેતૃત્વ હેઠળ ખટિયા ગામ માંથી મળેલી એક કબરને કેરાલા યુનિવર્સિટીમાં લઈ જવાશે. જયાં આર્કિયોલીજીકલ મ્યુઝિયમ માં કચ્છમાં થી મળી આવેલ માનવ કંકાલ ની ઉંમર, મૃત્યુનું કારણ, રોગ અને તેની સારવાર, તે સમયના માનવ ડીએનએનુંઙ્ગ વિશ્લેષણ કરાશે. તે ઉપરાંત જે તે સમયના લોકજીવનનો અભ્યાસ કરાશે. જરૂરત પડ્યે અભ્યાસ માટે દેશની અન્ય રિસર્ચ સંસ્થાઓની મદદ પણ લેવામાં આવશે.

(1:14 pm IST)