Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ધોરાજી જામકંડોરણાને પીવાનું પાણી પુરૃં પાડતા ફોફળ ડેમમાં પાણી ચોરી અટકાવવા માગણી

ધોરાજીના ફોફળ ડેમ માંથી કેટલાકે લેભાગુઓ પાઇપ-લાઇન મુકી પાણી ચોરતા. હોવાનું આ તસ્વીરથી સ્પષ્ટ જણાય છે.

ધોરાજી, તા.૧૧: ધોરાજી જામકંડોરણા પંથકને પિવાનુ પાણી પૂરૂ પાડતા ફોફળ ડેમને સરકાર દ્વારા અછતગ્રસ્ત વર્ષ ધ્યાને લઈને ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તેમાટે ફોફળ ડેમનો પાણી જથ્થો અનામત રાખવાના આદેશો કરાયા છે ત્યારે ફોફળ ડેમ એરીયામાં મોટા પમાણમાં પાણી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે સિંચાઈ વિભાગ ફોફળ ડેમમાં પાણી ચોરી અટકાવવા નક્કર કાયવાહી કરાઈ તેવી લોક માંગ ઉઠી છે.

ધોરાજી જામકંડોરણા પંથક ને પિવાનુ પાણી પૂરૂ પાડતા ફોફળ ડેમમા ચાલુ સાલે ૨૪ ફૂટ નવૂ પાણી આવ્યુ હતુ તયારે અપૂરતા વરસાદના પગલે સરકાર દ્વારા ફોફળ ડેમના પાણી જથ્થાને પીવા માટે અનામત રાખવાના આદેશો કરાયા છે હાલમાં ફોફળ ડેમમા ૩૨૦ એમ.સી.એફ.ટીનો જથ્થો છે. સરકાર શ્રી દ્વારા આ પાણીનો જથ્થો ઉનાળામાં પાણીની તંગી ઉભી ન થાય તે માટે અનામત રાખવામા આવ્યો છે. સરકાર દ્વારા તંત્ર વાહકોને ફોફળ ડેમમાં પિયત માટે પાણીનો વેડફાટન કરવાની સરકાર શ્રીની સુચના આપીને ફોફળ ડેમને પીવા માટે અનામત રાખવાના આદેશો કરાયા છે ત્યારે ફોફળ ડેમમા સિચાઈ માટે બેરોકટોક રીતે પાણી ચોરી થતી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ફોફળ ડેમમાં પાણી ચોરી અટકાવવાના દાવા પોકળ સાબીત થઈ રહેલ છે.

ફોફળ ડેમમાં પાણી ચોરી અટકાવવામા સિંચાઈ વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી નહી કરાઈ તો ધોરાજી જામકંડોરણા પંથકને અછતના વષે પીવાના પાણી મેળવવાની સમસ્યા ઉભી ન થાય તેમાટે તંત્ર વાહકો દ્વારા ફોફળ ડેમમાં પાણી ચોરી અટકાવવા નક્કર કાયવાહી કરાઈ તેવી માગણી ઉઠવા પામી છે.(૨૨.૨)

(11:52 am IST)