Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

માં ભોમ માટે પ્રાણ આપનારનુ કલ્યાણ થતું જ હોય છેઃ વિશ્વનંદમયી

જાળિયા શિવકુંજ આશ્રમે શિવરાત્રી પૂજન સાથે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ

જાળિયા, તા.૧૧: શ્રી શિવકુંજ આશ્રમ-જાળિયા ખાતે મહાશિવરાત્રિ પૂજન શહિદોને સમર્પિત કરતાં શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કહ્યુ કે, મા ભોમ માટે પ્રણ આપનારનું કલ્યાણ થતુ જ હોય છે. અહીં યજ્ઞ સાથે શ્રધ્ધાંજલી બેઠક યોજાઇ હતી.રાષ્ટ્રની સરહદ પર ફરજ બજાવતા સૈનિકો પર થયેલા હૂમલાથી શહિદોને અંજલી આપવા શ્રી શિવકુંજ આશ્રમે મહા શિવરાત્રી પૂજન-યજ્ઞ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કહ્યું કે ખરો ધર્મ એ રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી થાય તે છે. વ્યકિતગત પૂજા સાધના કરતાંયે સમાજ માટે થાય તે મહત્વનું છે. માં ભોમ માટે પોતાના પ્રાણ આપનારનું કલ્યાણ થતું જ હોય છે.શિવરાતિ પર્વે શ્રી અનંતભાઇ ઠાકર તથા ભૂદેવો દ્વારા યજ્ઞ યોજાયેલ, જે શહિદોને અર્પણ કરાયેલ.અહિં શ્રધ્ધાંજલિ બેઠકમાં જગદીશભાઇ ભટ્ટ, રતનસિંહ ગોહિલ તથા શ્રી નીતિનભાઇ માણિયા વગેરેએ શ્રધ્ધાંજલિ પાઠવતી વાતો કરી હતી. રામશંગભાઇ સોલંકી તથા પ્રાગજીભાઇ પટેલ સાથે આજુબાજુના ગામોમાંથી સેવકો કાર્યકર ભાઇઓ-બહેનો સામેલ થયા હતા.શિવકુંજ આશ્રમ-પરિવાર તરફથી શ્રધ્ધાંજલિનાં ભાગરૂપે ચકલી માળા તથા કુંડાનું વિતરણ કરાયુ હતું.પ્રારંભે શ્રી દિપ્તીબેન વાઘેલાએ દેશભકિત ગાન રજુ કર્યુ હતુ. સંચાલનમાં શ્રી મુકેશકુમાર પંડિતે જહેમત ઉઠાવી હતી.(૨૩.૨)

 

(11:51 am IST)