Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જુનાગઢના ઇમ્તિયાઝ દલની રાજકોટમાં ત્રણ અજાણ્યા શખ્સોએ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૧: જુનાગઢ ચિતાખાન ચોકમાં રહેતો ઇમ્તિયાઝ હબીબભાઇ દલ (ઉ.૩૦) નામનો યુવાન રવિવારે રાત્રે સાડા બારેક વાગ્યે રાજકોટ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે ઉભો હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ધોલધપાટ કરી ઇજા કરતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.જો કે પોલીસ પહોંચી ત્યારે આ યુવાન વોર્ડમાંથી જતો રહ્યો હતો. કોઇએ મારકુટ કરી કે વાહન અકસ્માતમાં ઇજા થઇ? તે અંગે ચર્ચા થતી હોઇ  એએસઆઇ અજીતસિંહ અને રિતેશભાઇ પટેલ વધુ તપાસ કરે છે.

(11:51 am IST)