Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ચોટીલામાં સુનિલ ઉર્ફ રસિકને ગિલ્લોલથી પાણકો મારી આંખ નીચે ઇજા પહોંચાડી

રાજકોટ તા. ૧૧: ચોટીલાના પેટ્રોલ પંપ પાસે રહેતાં સુનિલ ઉર્ફ રસિક રઘુભાઇ સાડમીયા (ઉ.૨૦)ને સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે વલકુ દિનેશ અને સંગી બટુકે મળી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ ગિલ્લોલથી પાણકો મારી આંખ નીચે ઇજા કરતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. જુના મનદુઃખને લીધે ડખ્ખો થયો હતો.

(11:51 am IST)