Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પાલીતાણાનાં જીવાપુરમાં પૂ.આ.ભ. રાજયશસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નવકાર તિર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ભાવનગર તા ૧૧ :  પૂ.આ.ભ. રાજયશસુરીશ્વરજી મ.સા. નિશ્રામાં પાલિતાણા સમીપ જીવાપુર ગામે નવનિર્માણ પામી રહેલ શત્રુંજય નવકાર તીર્ર્થધામમાં અંતિમ આઠ દિવસથી ધર્માનુષ્ઠાન અને ભકિતસભર માહોલ સહ અંજનશલાકા મહોત્સવ-પંચ કલ્યાણકની ઉજવણી થઇ હતી.

આ મહોત્સવનાં શિખર સમાન ચોૈમુખી જિનાલયમાં આદીશ્વર, શંખેશ્વર પાશ્વનાથ, મહાવીર સ્વામી તથા જીરાવાલા પાશ્વનાથ ચોૈમુખી પરમાત્મા, આઠ દેરીમાં બિરાજમાન ચોવીસ તીર્થકારો તથા આઠ મંગલમૂર્તિની પ્રતિષ્ઠા પૂ.આ.ભ. રાજયશસુરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ તીર્થની પ્રતિષ્ઠા માટે અનેક શ્રમણ-બ્મણી, શ્રાવક- શ્રાવિકાઓએ અઠ્ઠમ તપ, આયંબિલ તપ અને જપની આરાધના-સાધના કરી છે. આ તીર્થની પ્રતિષ્ઠા માટે આજે સવારે ૪ વાગ્યાથી જિનાલયમાં પૂ.આ.ભ. રાજયશસુરીશ્વરજી મ.સા.ના સાનિધ્યમાં અંજનવિધી સહ અનેેક અનુષ્ઠાનો નો પ્રારંભ થઇ ગયેલ.કેવલજ્ઞાન કલ્યાણક-નિર્વાણ કલ્યાણકની ઉજવણીમાં ભાવિકોથી જિનાલયનું સંકુલ પણ કૅકીર્ણથઇ ગયું હતું. લગભગ સાડાનવ વાગ્યે પ્રતિષ્ઠા માટેના કાર્યક્રમોનો પ્રારંભ ગીત-સંગીત અને ભકિતથી થતાં વાતાવરણ ગાજી ઉઠયું હતું. સંગીતકાર વિનીત ગેમાવત, નીલેશભાઇએ ભકિતની રમઝટ બોલાવી હતી. આ નિર્માણ કાર્યમાંજેઓએ પોતાના તન-મન-ધન સમય સમર્પિત કરેલ તે સર્વે કાર્યકરોનું બહુમાન કરવામાંઆવ્યું હતું.

શત્રુંજય-નવકાર ટ્રસ્ટ જીવાપુર  અને ડુંગરપુર બંને ગામના દરેક ઘરમાંએક કિલો મીઠાઇનું વિતરણ કરાયું હતું. સોનગઢ ચારિત્રાશ્રામ, પાલિતાણા આયંબિલ ખાતા ગિરિવિહાર ભોજનશાળામાં અનુમોદનીય અનુદાન કરેલ. ભાવિકોએ જીવદયામાં લાભ લઇ ખુબ સારી એવી રકમથી લાભ લઇ સારૂ ફંડ એકઠુ કર્યુ હતું.

(11:50 am IST)