Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બગસરાને સ્વચ્છતા એવોર્ડ મળતા મુખ્યમંત્રી રૂપાણીની અભિનંદન વર્ષા

બગસરા તા.૧૧: સર્વેક્ષણ ર૦૧૯ના અભિયાનમાં બગસરા નગરપાલિકાને ક વર્ગમાં પ્રથમ નંબર મળતા દિલ્હી મુકામે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના હસ્તે પાલિકાને એવોર્ડ મળતા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ, ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામી ગાંધીનગર મુકામે શુભેચ્છા મુલાકાત થતા મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાના સતાધિશો તથા કર્મચારીઓને અભિનંદન પાઠવેલ.

આ તકે વિજયભાઇ રૂપાણીએ બગસરા નગરપાલિકાને શહેરના વિકાસમાં જે કંઇ જરૂરી યોજનાઓ રજુ થયેલ રાજય સરકાર તરફથી હકારાત્મક અભિગમ સાથે બગસરાના વિકાસમાં રાજય સરકાર પુરો સહયોગ આપશે તેમ જણાવેલ અને નગરપાલિકાને અભિનંદન પાઠવેલ.

પ્રમાણપત્ર મંત્રીશ્રી હરદિપસિંહ પુરી વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ. (૧૧.પ)

 

(11:50 am IST)