Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જૂનાગઢના બે વેપારીને અજાણ્યો શખ્સ રૂ.૧૦.૨૭ લાખનો ચુનો લગાવીને ફરાર

લોખંડની ખરીદી કરી અને રોકડા પણ લઇ ગયો

જૂનાગઢ તા.૧૧: જૂનાગઢમાં જીઆઇડીસી ખાતે જૂનાગઢ સ્ટીલ નામની પેઢી ધરાવતા રામઅવતાર ભેરૂદાન પાલોડને ત્યાં શૈલેષ છગન અને રોહિત નામના શખ્સે ખોટું નામ ધરાણ કરીને રૂ. ૯.૪૭ લાખનાં લોખંડના માલ સામાનની ખરીદી કરેલ.

તેમજ આ શખ્સોએ અન્ય એક વેપારીની પાસેથી રૂ. ૩૦,૬૦૦ની લોખંડની ખરીદી કરવા ઉપરાંત રૂ. ૫૦ હજારની રોકડ રકમ પણ મેળવી હતી અને પેમેન્ટનો વાયદો કરીને બંને જણા રફુચક્કર થઇ ગયા હતા.બંને વેપારીએ આ શખ્સોનાં થાણાગાલોલ ગામે તપાસ કરતા ગામમાં આવી કોઇ વ્યકિત જ ન હોવાનું જણાયુ હતંું.આથી રામઅવતાર પાલોડે ફરિયાદ કરતાં તાલુકા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)