Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

લાલપુરમાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઇ :

લાલપુર : વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે વિદ્યાર્થીઓ માટે મહત્વની ધો.૧૦ તથા ૧ર બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય તે સંદર્ભે વિદ્યાર્થીઓને મો મીઠુ કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ તેનૈયા, સેવા સહકારી મંડળી લાલપુરના પ્રમુખ પોલાભાઇ ફળદુ, વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના સંચાલક ભીમશીભાઇ ડાંગર, સરપંચ એશોસિએશનના પ્રમુખ જયુભા જાડેજા, એડવોકેટ દિગુભા જાડેજા, સરપંચ હરદેવસિંહ જાડેજા, દેવેનભાઇ નાકર, હિરેનભાઇ ખાંટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(૪૫.૨)

(11:46 am IST)