Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ

રાત્રે-વહેલી સવારે ઠંડક બાદ આખો દિ' ઉકળાટ

જસદણમાં ઝરમર વરસાદ :.. જસદણ : કાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં પવનની ગતિમાં વધારો અને વાદળછાયું વાતાવરણ વચ્ચે સીમ વિસ્તારમાં અમી છાંટણા થયા હતાં. (તસ્વીર : હુસામુદીન કપાસી -જસદણ) (પ-ર૦)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે.

જયારે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને આખો દિવસ ગરમીનો અનુભવ થાય છે. બપોરના સમયે આકરા તાપ સાથે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩ર.૮, લઘુતમ ૧૯, ભેજ ૭૧ ટકા, પવન ૮.૩ કી. મી. પ્રતિ કલાક રહી હતી. (પ-ર૦)

 

(11:47 am IST)