Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

માણાવદરમાં ૭ દિવસે પાણી વિતરણઃ પ્રજાજનો ત્રાહિમામ

માણાવદર તા. ૧૧: માણાવદરમાં ગમે તેટલો વરસાદ હોય પ્રજાજનોને પીવાના પાણી પ થી ૭ દિવસે જ કેમ મળે છે? તેથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પાલિકા પ્રમુખ હુંબલે જણાવ્યું કે હાલ તમામ સ્થાનિક પીવાના બોર-કુવાત્રોત તળીયા ઝાટક થયા છે એકાદ પાતાળ કુવો ૧ર કલાક ડચકે ડચકે ચાલે છે ત્યારે પ્રજાજનો પીવાના પાણી પ્રશ્ને ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલ ૭ દિવસે પાણી મહિનામાં ૪ વખત અને વર્ષમાં ગણીએ તો ૪૮ વખત એ પણ ૩૬પ દિવસના વેરા ઉઘરાણી ત્યારે વેરો પણ જેટલા દિવસે પાણી આપે તેટલો જ ઉઘરાવવા માંગણી થઇ છે. હાલ પાણી પુરવઠા ૧પ થી ર૦ લાખ લીટર વચ્ચે દરરોજ પીવાનું પાણી આપતા હોવાનું જણાવે છે. પાલિકા રપ થી ૩૦ લાખની માંગણી કરે છે. ચીફ ઓફિસરને પ્રજાજનોના પ્રશ્ને નિષ્ક્રીય હોવાની ફરિયાદ ઉઠી છે કેમ કે ૭-૭ દિવસે પાણી આપે છે. તે કેમ નિવારણ કરતા નથી? (૭.૧ર)

(11:42 am IST)