Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બે વરસથી મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર, તા.૧૧: ભાવનગર જીલ્લાના નવ નિયુકત પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ એ ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન. બારોટ ના માર્ગદર્શન અને સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૬૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે કાળુ પોપટભાઇ બારૈયા ઉ.વ.૩૮ રહેવાસી હાથબ ગામ, તા.જી.ભાવનગર વાળાને કોળીયાક બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ ની સુચનાથી પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલ તથા મહિપાલસિંહ ગોહીલ જોડાયા હતા.(૨૩.૬)

(11:42 am IST)