Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગીર સોમનાથ જીલ્લામાં બાળકોને રસી કરણ

પ્રભાસ પાટણ તા. ૧૧ :.. ગીર સોમનાથ જિલ્લાના ૦ થી પ વર્ષનાં ૧ર૯૩૦૪ બાળકોને સઘન પલ્સ પોલીયો ઇમ્યુનાઇમેશન હેઠળ ટીપા પીવડાવવમાં આવશે. આદિત્ય બિરલા હાઉસીંગ સોસાયટી ખાતે આંગણવાડી કેન્દ્રમાં બુથ નંબર ૪૭ થી જિલ્લા કલેકટર અજય પ્રકાશ, મોનાલીસા ઝાએ બાળકોને પલ્સ પોલીયાના ટીપા પીવડાવી જિલ્લાભરમાં પલ્સ પોલીયો ટીપા પિવડવવાનો પ્રારંભ કરાવ્યો છે.

જિલ્લામાં કુલ ૯૪૭ બુથ, મોબાઇલ બુથ ૧૩, ટ્રાન્ઝીટ પોઇન્ટ રપ, ઝોનલ સુપરવાઇઝર ૧પ૦ અને કુલ ૩ર૮૩ મેન પાવરનાં સહકારથી પલ્સ પોલીયોના જિલ્લાનાં ૧ર૯૩૦૪ બાળકોને ટીપા પીવડાવવામાં આવશે તેમજ તા. ૧૧-૧ર નાં બાકી રહેલ બાળકોને તેમના ઘરે-ઘરે, વાડી વિસ્તારમાં, મજૂરી કામ કરતા લોકોનાં બાળકોને ટીપા પિવડાવવાની કામગીરી કરશે.

આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરત આચાર્ય, ડો. જે. બી. બામરોટીયા, રેયોનનાં વિજય વાછાણી, ગીરઘરટાડા, સીડી. પી.ઓ. મંગળાબેન મહેતા, આંગણવાડી વર્કર ચેતનાબેન કાનાબાર સહભાગી થયા હતાં. (પ-ર૧)

(11:41 am IST)