Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જોડીયાના ભાજપા કાર્યકર્તાઓએ રાજ્યમંત્રી ''હકુભા''ને ફટાકડા ફોડીને બીરદાવ્યા

જોડીયા તા.૧૧: રાજ્યની રૂપાણી સરકારે પોતાના મંત્રીમંડળમાં જામનગરના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને રાજ્ય મંત્રી તરીકે સમાવેશ કરતા જોડીયા પંથકના ભાજપાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળેલ શનિવારની રાત્રીના સમય જોડીયાના માંડવી ચોક, ચાર ચોક, જોતા વિસ્તારમાં ભાજપાના મહામંત્રી ભરતભાઇ ઠાકર તથા અનિલ ભિમાણી સાથે યુવા ભાજપાના અન્ય કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને ઉજવણી કરેલ અને જોડીયા પંથકને વિકાસને વધુ તક મળશે તેવી અપેક્ષા રાજ્યમંત્રી તરીકે ''હકુભા'' પાસે રાખી રહયા છે. જોડીયા તાલુકા ભાજપાના પ્રમુખ જેઠાલાલ અધેરાએ રાજ્યમંત્રી તરીકે ''હકુભા''ને શુભેચ્છા પાઠવી છે.

(10:15 am IST)