Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જોડિયાની આઇ.સી.ડી.એસ. ઘટક દ્વારા મહિલા દિવસની ઉજવણી

જોડિયા તા.૧૧: આઇ.સી.ડી.એસ. ઘટધક -જોડિયા દ્વારા મહિલા દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરેલ. મંચસ્થ દ્વારા દિપ પ્રાગટય સ્થાને આંગણવાડીની બહેનોને સંબોધન કરતા જણાવેલ કે પારિવારિક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે પુરૂષ પ્રધષનોનો વર્ચસ્વ સ્વીકારવાનો ભાવ કયાક મહિલાઓ માટે અન્ય અને અપમાન સાબિત થાય છે. મહિલા પરિવર્તન અને સંદેશની વાહક છે. કોઇપણ ક્ષેત્રે પોતાના સન્માન માટે લડવું પડશે. દેશમાં દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાના વિસ્તારનું ગૌરવ વધારી રહી છે. આ તકે તા.વિ.અધિકારી જય પ્રકાશ રાજગોરે મહિલાઓને સંબોધન કરતા કહયું હતું કે અશિક્ષિત અને અજ્ઞનતાને કારણે મહિલા પોતાના અધિકારોથી વંચિત છે. પોતાના અધિકાર અને સન્માન માટે જાગૃત થવું પડશે. મહિલાઓ માટે સરકારની અનેક યોજનાઓ છે. જેનો લાભ લઇને મહિલાઓ આર્થિક રીતે પગભર થઇ શકે છે. કાર્યક્રમના આરંભમાં સ્વાગત પ્રવચન કરતા બાલ વિકાસ અધિકારી જયશ્રીબેન ભટ્ટે જણાવેલ કે જયાં સુધી મહિલાઓ જુની પરંપરા સાથે અને અજ્ઞાનતા તેમાં રહેશે ત્યાં સુધી મહિલા સ્વતંત્ર નથી. સ્ત્રી સશકિતકરણની વાતો નકામી છે. શિક્ષણ એક એવું માધ્યમ છે. જે બધા માટે પ્રગતિનું દિશાચક્ર છે. સમયે સમયે મહિલાઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજાવા જરૂરી છે. એક સપ્તાહ સુધી મહિલા દિવસ હેઠળ તાલુકાના દરેક આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ આયોજનના ભાગરૂપે મહિલા વિકાસ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

બ્લોક કોર્ડીનેટર હર્ષ રાચ્છ, પ્રોજેકટ ઓફિસર હાજી બારૈયા તથા મુખ્ય સેવિકાઓ મહિલા દિવસ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(10:15 am IST)