Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઉપલેટામાં જેસીઆઇ દ્વારા મહિલાદિન ઉજવાય

ઉપલેટાઃ જે.સી.આઇ.ના જેસીરેટ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમાં પ્રવૃતિ કરતી મહિલાઓનું સન્માન પત્ર આપી સન્માન કરેલ હતું.નગરપાલિકા પ્રમુખ રાણીબેન દાનાભાઇ ચંદ્રવાડીયા શહેરની સફાઇ કામ કરતા બહેનો ટ્રાફીકનો ઉકેલ કરતા મહીલા જીઆરડી બહેનો શહેરમાં અન્નક્ષેત્ર ચલાવતા દયાબેન રાઠોડ, શ્રીરામ કૃષ્ણ પરમહંસ સમીતીના ભાનુબેન ચંદ્રવાડીયા, શહેનાઝબેન બાબી, નીતાબેન, સોજીત્રા, નિતાબેન માંડલીયા વિગેરે બહેનોનું આજના દિવસે સન્માન કરી ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જે.સી.આઇ. પ્રમુખ જયદીપ સોલંકી, સુરેશ પરમાર, આનંદ ચૌહાણ તથા જેસીરેટ ચેરપર્સન આરતીબેન સોલંકી, મીરાબેન દાવડા, ખ્યાતીબેન ભરડવા, અનીતાબેન ચૌહાણ સહીતના વિગેરે બહેનો તેમજ કિલ્લોલ સ્કુલના સંચાલક ગોપાલભાઇ ભરાડ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર)

(9:55 am IST)