Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાવનગર રેલ્વે મજદુર સંઘ દ્વારા મહિલા દિવસની હર્ષોભેર ઉજવણી

ભાવનગર તા. ૧૧: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વેસ્ટલર્ન રેલ્વે મજદુર સંઘ ભાવનગર ડીવીઝન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. રેલ્વે સ્કુલમાં અભ્યાસ કરતી બાળાઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનામાં સ્કિલ ડેવલોપમેન્ટની ભાવના જાગૃત કરવા મહેંદી પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત સવારે ૧૦ મહિલા સંમેલન વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ ઓફીસના પટાંગણમાં રાખવામાં આવેલ.

કાર્યક્રમનું ઉદ્દઘાટન હંસેલિયા પ્રેસીડેન્ડ વેસ્ટર્ન રેલ્વે મહિલા સેવા સમિતી દ્વારા કરવામાં આવેલ.  કર્મચારીઓને માત્ર એક અથવા બે દીકરીઓ હોય તેવા કર્મચારીઓનું તેમજ રેલ્વેમાં દિવ્યાંગ કોટામાં જે મહિલાઓની ભરતી થયેલ તે તમામનું સંમાન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાકેશ રાજપુરોહીત એડીશ્નલ ડીવીજનલ રેલ્વે મેનેજરે મહિલાઓનું સમાજમાં યોગદાન તથા મહિલાના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત એન.એફ. આઇ. આર.ના સહાયક મહામંત્રી આરી.જી.કાબર દ્વારા મહિલા સશકિતકરણ અને મહિલાઓની જાગૃતી તેમજ દેશના વિકાસમાં ભાગીદારી અંગે વકતવ્ય આપેલ.

પશ્ચિમ રેલ્વે મહિલા સેવા સમિતીના અધ્યક્ષ દ્વારા મહિલાનો વિકાસ સમાજમાં મહિલાનું સ્થાન તેમજ તેનામાં રહેલી શકિતઓને કેવી રીતે બહાર લાવવી વિગેરે બાબતોની જાણકારી આપેલ. તેમજ સુશ્રી તન્વી ગુપ્તે, મંડલ સુરક્ષા અધિકારી તથા સુશ્રી નિલાદેવી ઝાલા એ.સી.એમ. સરતાજ મિર્જા તેમજ અન્ય મહિલા કર્મચારીઓએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પા દવેએ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘની લેડીઝ બ્રાન્ચ યુવા બ્રાન્ચ, ડીઆરએમ બ્રાન્ચ તેમજ ભાવનગર જનરલ બ્રાન્ચના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(9:55 am IST)