Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જસદણઃ કોડીનાર પ્રાથમિક શાળાના શિક્ષિકા સરોજબેન રામાનુજના સંશોધન પેપરની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

જસદણ તા.૧૧: જસદણ તાલુકાના કોઠી પ્રાથમિક કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં સરોજબેન રામાનુજ (મો. ૯૨૬૫૫ ૮૪૩૬૬)નું સંશોધન પેપરની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ હતી તેથી તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહયા છે.

 એનસીઇઆરટી નવી દિલ્હી અને આરઆઇઇ અજમેર (રાજસ્થાન) દ્વારા આયોજીત નેશનલ સેમીનાર તા. ૭ થી ૧૦ સુધી ચાલી રહયો છે. જેમાં ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી કોઠી ગામની પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા સરોજબેનના લનિંર્ગ આઉટ ડમ્સના વિષય પર તેમના સંશોધન પેપરની પસંદગી થઇ હતી.

નોંધનીય છે કે સરોજબેનને ૧૯૧૮માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ તેમના નામે બોલે છે. ખાસ કરીને તેઓ ગ્રામિણ કન્યાઓનો શિક્ષણમાં વેગ મળે તે માટે સતત કાર્યશીલ રહે છે.

(9:54 am IST)