Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સપ્તમ વાર્ષિકોત્સવ સંપન્ન

ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજીત સપ્તમ વાર્ષિક મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓને સાયકલની ભેટ અપાયેલ તે પ્રસંગની તસ્વીર.

ઉપલેટા તા.૧૧: ઉપલેટા નગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સર ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સપ્તમ વાર્ષિક મહોત્સવ યોજાયેલ જેમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સાયકલો, શિલ્ડ, પ્રમાણપત્રો આપીને બિરદાવવામાં આવેલ.

આ પ્રસંગે જયેશભાઇ રાદડિયા, ડો. ભરતભાઇ બોઘરા, ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા, પ્રવીણભાઇ માકડીયા, હરિભાઇ પટેલ, જસુમતીબેન કોરાટ, પ્રશાંતભાઇ કોરાટ, ઉપલેટા નગર પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ બાળકોની કાર્યશેૈલીને બિરદાવી હતી.

આ પ્રસંગે માધવજીભાઇ પટેલ, રાજાભાઇ સુવા, મેહુલભાઇ ચંદ્રવાડીયા, જીજ્ઞેશભાઇ ડેર, વી.ડી. બાલા, હરિભાઇ ઠુંમર, અશોકભાઇ શેઠ, અમીતભાઇ શેઠ, હસુભાઇ પંડયા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, દાનાભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, જયશ્રીબેન સોજીત્રા, ચીફ ઓફિસર આર.સી. દવે, શાસનાધિકારી ડી.કે. પરમાર, ભાવેશભાઇ સુવા, ભરતભાઇ જાવીયા, હરિભાઇ સુવા એ જહેમત ઉઠાવી હતી.

(9:54 am IST)