Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જેતપુરના વિરપુરમાં ટ્રક હડફેટે એકટીવા સવાર યુવકનું મોતઃ ૨ને ઈજા

અકસ્માત સર્જીને નાસી છુટેલ ટ્રક ચાલકની શોધખોળ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૧ :. અત્રેના નવાગઢ રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ ધીરૂભાઈ સોલંકીની દિકરી ખુશીબેન ગઈકાલે સાંજે ૬ વાગ્યાના અરસામાં ચોરડી ગામેથી પોતાનુ એકટીવા મોટર સાયકલ લઈ તેમા તેની બે બહેનપણીઓ કાજલબેન તેમજ પ્રભાબેન ઉર્ફે બાલીબેનની સાથે જેતપુર તરફ આવતા હતા ત્યારે વિરપુર નજીક આવેલ હોટલ રવિ પાસે હાઈવે પર પાછળથી પૂરઝડપે આવતા ટ્રક નં. જીજે ૦૩ એડબલ્યુ ૩૫૫૫ના ચાલકે બ્રેક મારી કાવો મારવા જતા ટ્રકની હડફેટે એકટીવા આવી ગઈ હતી. ત્રણેય બહેનપણીઓ નીચે પટકાતા ખુશીબેનને ગંભીર ઈજા પહોંચતા તેનુ મોત નિપજેલ. જ્યારે કાજલબેન અને પ્રભાબેનને ઈજાઓ પહોંચેલ હોય તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો હતો.

વિરપુર પોલીસે વિક્રમભાઈની ફરીયાદ પરથી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા પીએસઆઈ આર.એ. ભોજાણીએ કાર્યવાહી હાથ ધરેલ.

(4:14 pm IST)