Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામનગરમાં મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ : મુખ્ય આરોપી ફરાર : એક ઝડપચાયો

જામનગર,તા.૧૧ : જીલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક  નીતેશ પાંડેયની સુચના અને પોલીસ ઇન્સપેકટર કે.જે. ભોયેના માર્ગદર્શન મુજબ   સીટી બી ડીવી. પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજાને બાતમી મળેલ કે પુનીતનગર શેરી નં.૨, આશાપુરા મંદિર પાસે રહેતો પ્રદિપસિંહ ભનુભા ચુડાસમા પોતાના ભાગીદાર મયુરસિંહ જાડેજા સાથે મળી પોતાના મકાનમાં દારૂ અંગેની પ્રવૃતી ચલાવે છે જે અંગે રેઇડ કરતા મયુરસિંહ સજુભા જાડેજા  ગીરા ઉ.વ.ર૦ ધંધો મજુરી રહે. ગાંધીનગર પાસે, પુનીતનગર શેરી નં.ર, આશાપુરા મંદિર પાસે, જામનગર વાળો હાજર મળી આવેલ જેને સાથે રાખી મકાન તપાસતા (૧) એક ગેસનો બાટલો કિ.રૂ ૨,૦૦૦/- . (ર) બે ગેસના ચુલા કિ.રૂ ૧,૦૦૦/-  છે. (૩) બે એલ્યુમીનીયમના તગારા  કિ.રૂ. ૧૦૦/-  (૪) એક પાણીની મોટર કિ.રૂ. ૨,૦૦૦/- . (૫) બે પ્લાસ્ટીકના બેરલ જેમાં દેશી દારૂ બનાવવાનો કાચો આથો લીટર ૪૦૦ કિ.રૂ. ૮૦૦/- ગણી સ્થળ પર નાશ કરેલ છે. (૬) પ્લાસ્ટીકના કેન નંગ ૧૨ જેમાં દેશી દારૂ બનાવવાનો કાચો આથો લીટર ૬૦૦ કિ.રૂ. ૧,૨૦૦/- ગણી સ્થળ પર નાશ કરેલ છે. (૭) પ્લાસ્ટીકના કેન નંગ ૩ જેમાં દેશી દારૂ લીટર ૧૨૦ કિ.રૂ. ૨,૪૦૦/- ગણી કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં પો. ઈન્સ.  કે.જે.ભોયે તથા પો.સ.ઇ. વાય.બી.રાણા તથા એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક તથા પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ તથા પો.કોન્સ, શિવભદ્રસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, કિશોરભાઇ પરમાર, દેવેનભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(4:13 pm IST)