Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કાલાવડનાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પત્નિને ભાજપ દ્વારા જીલ્લા પંચાયતની ટિકિટ

(મુકંુદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ :  જામનગર જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત અને પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં જીલ્લા પંચાયત કાલાવડ તાલુકાના નવાગામની બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડના પત્ની ગોમતીબેન ચાવડાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત સિક્કા નગર પાલિકા, જામજોધપુર તાલુકા પંચાયત ધ્રોલ તાલુકા પંચાયત જામનગર, જોડિયા, કાલાવડ, લાલપુર, તાલુકા પંચાયત અને જામનગર જીલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવારોના નામની યાદી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જાહેર કરાઇ છે.

(3:22 pm IST)