Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

મોરબીના કાલિક પ્‍લોટના શખ્‍સે પશુપાલન વિભાગની જમીનમાં દુકાનો બનાવી ભાડે આપી

મોરબી,તા. ૧૧: મોરબીના કાલિકા પ્‍લોટમાં રહેતો અને અનેક ગુનામાં સડોવાયેલો શખ્‍સ એ મોરબીના ત્રાજપર નજીક આવેલી પશુપાલન વિભાગની જમીનમાં છ દુકાનો બનાવી અને ભાડે આપી દીધી હોવાની પોલીસ ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ છે.

વિગત મુજબ નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જીવાભાઈ કાસુન્‍દ્રા એ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેમના વિભાગને ત્રાજપર ગામના સરકારી સર્વ નબર ૨૮/૧ પેકી ૨ જમીન ઘેટા સવધન ફાર્મ માટે ફાળાવામાં આવી હતી પણ ત્‍યાં જઈને જગ્‍યા પર જતા ટીમે જોયુ કે કાલિકા પ્‍લોટમાં રેહતો અને અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો દાઉદભાઈ મહમદભાઈ પલેજા દ્વારા ત્‍યાં છ દુકાનો બનાવી તેમાંથી ચાર દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી જેમાં એક હિન્‍દ હોટલ, પાન મસાલાની દુકાન, પચરની દુકાન , ટ્રાન્‍સપોર્ટની ઓફીસ અને ૨ દુકાનોં ખાલી છે.  આ ચાર દુકાનો ભાડે આપી તેનું ભાડું પણ લેતો હતો આ અગે પશુપાલન વિભાગે દુકાનો ખાલી કરવા નોટીસ પણ આપેલ હતી પણ તેનો અમલ કર્યો ન હતો જેથી પોલીસ આ કુખ્‍યાત શખ્‍સ વિરુધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબધ કાયદો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વધુ તપાસ પી.આઈ આઈ.એમ.કોઢિયા ચલાવી રહ્યા છે.

(2:09 pm IST)