Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પોરબંદર-છાંયા પાલીકા, જિ.પં. અને તા.પં. તેમજ રાણાવાવ અને કુતિયાણા ૧૬-૧૬ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામો જાહેર

(પરેશ પારેખ, પ્રકાશ પંડીત દ્વારા) પોરબંદર, આદિત્‍યાણા, તા., ૧૧: પોરબંદર નગર પાલીકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડ તથા પ્રદેશ પ્રમુખની સુચનાથી કરવામાં આવી છે.

પોરબંદર-છાંયા નગરપાલીકાના ૧ર વોર્ડ માટે ભાજપના ૪૮ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧૩ની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે. પોરબંદર જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો, પોરબંદર તાલુકા પંચાયતની રર બેઠકો તેમજ રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની ૧૬-૧૬ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. (

(2:03 pm IST)