Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

GVK EMRI ૧૦૮ ગુજરાત ના ઓપરેશન હેડ સતીશ પટેલ એ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે: સારી કામગીરીને બિરદાવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા:::: GVK EMRI  ૧૦૮ ગુજરાત ના ઓપરેશન હેડ સતીશ પટેલ એ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ અલગ અલગ લોકેશન પર જઈ ને ૧૦૮ અને ખિલખિલાટ ની એમ્બ્યુલન્સનાં કર્મચારી ને મળ્યા હતા. 

          તેમજ  દરિયાઈ 108બોટ એમ્બ્યુલન્સ મા એક કેસ નું નજરે નિરીક્ષણ કરેલ જયારે બેટ દ્વારકા નાં એક 62વર્ષ નાં એક વૃદ્ધ જેટ્ટી પર થી  પડી જતા તરત જ 108 બોટ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં 108 ના સ્ટાફની સંપૂર્ણ કામગીરીનું ઓપરેશન હેડ સતીશ પટેલ સર દ્વારા નજરે નિરીક્ષણ કર્યું હતું અને તે બધી કામગીરી જોઈ ને બધા સ્ટાફ ને સારી કામગીરી માટે બિરદાવી  કોરોના કાળ જેવા સમય માં ૧૦૮ ટીમ દ્વારા કરવામાં આવેલી  સારી કામગીરી માટે  પણ તેમને પ્રોત્સાહન આપી ને બિરદાવ્યા હતા.

(1:57 pm IST)