Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલી જીલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ :. અમરેલી જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થતા આજે અમરેલી જિલ્લા પંચાયતમાં ૪ કોંગ્રેસ, ૧ અપક્ષ મળી પાંચ ઉમેદવારીપત્રો રજૂ થયા હતા. એ જ રીતે તાલુકા પંચાયતોમાં અમરેલીમાં ૧૦, ધારી ૧, કુંડલા ૨, બગસરા ૧૪, જાફરાબાદ ૩, ખાંભા ૧ મળી ૩૧ ફોર્મ રજુ થયા હતા અને નગરપાલિકાઓમાં બગસરામાં ૪ અને દામનગરમાં ૧૦ ઉમેદવારી પત્રો કોંગ્રેસ અને એનસીપી તથા અપક્ષોએ ભર્યા છે. હાલ એનસીપી, આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ તથા અપક્ષોએ ઉમેદવારીપત્રો ભરી દીધા છે જ્‍યારે ભાજપની સત્તાવાર યાદી આજે બહાર પડયા બાદ ઉમેદવારીપત્રો ભરાશે.

દામનગર પાલિકામાં નરેશભાઈ પોપટભાઈ લાંભીયા (આપ), અસ્‍લમભાઈ મહમદભાઈ ચુડાસમા (આપ), મોગલ નજમાબેન રજાકભાઈ (એનસીપી) દર્શનાબેન હરેશભાઈ ત્રિવેદી (એનસીપી), ગોહિલ અતુલભાઈ કરશનભાઈ (એનસીપી), આંચલ પ્રફુલ્લાબેન સુરેશભાઈ (એનસીપી), જમનાબેન જીતેન્‍દ્રભાઈ રાઠોડ (એનસીપી), સોનલબેન મહેશભાઈ બાલરીયા (એનસીપી), પ્રવિણભાઈ રવજીભાઈ નારોલા (આપ), વંદનાબેન રમેશભાઈ વાઘેલા (એનસીપી) એ ફોર્મ ભર્યા છે.

જ્‍યારે બગસરામાં રમેશભાઈ ઝવેરચંદભાઈ સોમાણી (અપક્ષ), ગૌતમભાઈ પ્રતાપભાઈ રૂખડા (અપક્ષ), ભીખુભાઈ રામભાઈ લાંભીયા (અપક્ષ), એકતાબેન ચિરાગભાઈ પરમાર (કોંગ્રેસ) એ ફોર્મ ભર્યા છે.

સાવરકુંડલામાં શોભનાબેન મુકેશભાઈ વાળા (એનસીપી), કનુભાઈ બાવકુભાઈ વરૂ (એનસીપી), મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ઉનાવા (વીપીપી), રવિન્‍દ્રભાઈ મનસુખભાઈ યાદવ (અપક્ષ)એ ફોર્મ ભર્યા છે.

અમરેલી જિલ્લા પંચાયતમાં ચિતલ રવજીભાઈ નારણભાઈ મકવાણા (કોંગ્રેસ), ગાધડકા દિપકભાઈ કનુભાઈ રાદડીયા (આપ), હામાપુર લીલાવંતીબેન પ્રતાપભાઈ સતાસીયા (કોંગ્રેસ), હાપાપુર વિલાસબેન અરવિંદભાઈ સતાસીયા (કોંગ્રેસ), જૂના વાઘણીયામાં ચંદુભાઈ વલ્લભભાઈ વાગડીયા (કોંગ્રેસ) ફોર્મ ભર્યા છે.

(1:51 pm IST)