Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામીન ઉપર ફરા બે આરોપી ફરી જુનાગઢ જેલમા

 જુનાગઢ : ક્રાઈમ બ્રાન્‍ચના  પો.ઈન્‍સ. એચ.આઇ.ભાટી ની રાહબરી હેઠળ જિલ્લા મા પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન પર ના ફરાર આરોપી ઓને તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફલોસ્‍કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના  આપેલ હોયજે અન્‍વયે પેરોલ ફલોસ્‍કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્‍સ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્‍સ સંજયભાઈ વઘેરા, પો.કોન્‍સ સંજયભાઈ ખોડભાયા જૂનાગઢ સીટી  વિસ્‍તારમાં આરોપીઓને શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતાત્‍યારે હકીકત મળેલ કે મારા મારી ના કેશ મા જૂનાગઢ જેલ માથી ૮ માસ  પહેલા વચગાળાના જમીન મેળવી ફરાર થયેલ આરોપી (૧) હનીફ હાજી સુમરા  (ઉ.વ.૨૨) રે.જૂનાગઢ જમાલ વાડી ખડાવાળાને મજેવડી દરવાજા પાસે થી તથા (૨) સાજીદ ઉર્ફે તાઉ ઈકબાલ સંધી(ઉ.વ.૨૨) રે.જોષીપરા નંદનવન રોડ વાળાને જોષીપરા શાક માર્કેટ પાસે થી પકડી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે.

 

(1:48 pm IST)