Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલી પોલીસ લોક દરબારમાં ૫૦ થી વધુ અરજદારો દ્વારા વ્‍યાજના વિષચક-ભૂમાફીયાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા ૧૧: અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વ્‍યાજખોરો અને લેન્‍ડ ગ્રેબર્સ અંગે લોક દરબાર યોજાયો હતો. જેમાં ૫૦ થી વધારે અરજદારેએ વ્‍યાજચક્રમાં પોતાની મીલકત પડાવી લવાઇ હોવાની અને ભૂમાફીયાઓ સામે લેખિતમાં રજૂઆત કરાઇ હતી.

જિલ્લા પોલીસ દ્વારા જણાવાયેલ યાદી અનુસાર જરૂરીયાતમંદ મધ્‍યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે, પોતાના સારા -નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાત પુરી કરવા, વ્‍યાજખોરો પાસેથી ઉંચા વ્‍યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી, વ્‍યાજકવાદી ઉંચુ વ્‍યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્‍યાજ કે મુદત ન ચુકવી શકાય તો આવા વ્‍યકિતઓની મિલ્‍કત ગેરકાયદેર રીતે ધાક ધમકી આપી,ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્‍ય પ્રજા આવા વ્‍યાજકવાદીઓના ડર, બીના કારણે તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરતા નથી કે તેમની સામે  કયાંય રજુઆત કરતા નથી અને વ્‍યાજકવાદીઓના ત્રાસથી બચવા પોતાનુ વતન છોડી અન્‍ય સ્‍થળે જતા રહેતા હોય છે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં આવા વ્‍યાજખોર ઇસમો તેમજ લેન્‍ડ ગ્રેબર્સના ભોગ બનનાર અરજદારોના લોક દરબારનું આયોજન કરવામાં આવેલ આ લોક દરબારને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ સાપડેલછે આ લોક દરબારમાં પંચાસથી વધુ અરજદારો પોતાના પ્રશ્નો લઇને ઉપસ્‍થિત રહેલ હતા આ અરજદારો મુખ્‍યત્‍વે સવાર કુંડલા, ખાંભા, ધારી તથા રાજુલા તાલુકામાંથી આવેલ હતા ઉપરોકત અરજદારો પૈકી જે અરજદારોની જમીન તથા મિલકત માથાભારે ઇસમો દ્વારા પચાવી પાડવામાં આવેલ છે તેઓને નવા અમલમાં આવેલ લેન્‍ડ ગ્રેબીંગના કાયદાની જોગવાઇઓ મુજબ લેન્‍ડ ગ્રેબર્સ વિરૂદ્ધ અરજી આપવા સમાજ કરવામાં આવેલ છે જે અરજદારો વ્‍યાજખોરોને ભોગ બનેલ હતા. તેવા અરજદારોની અરજીઓ મેળવી તે અરજીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 આ અરજીઓની તપાસ કરી ગુન્‍હા રજી કરવા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વ્‍યાજખોરો અને લેન્‍ડ ગ્રેબર્સના ભોગ બનેલ હોય અને આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગતા હોય તેવા તમામ અરજદારો અમારી કચેરીએ રૂબરૂ મળીને વિગત આપી શકશે. તેમ એસપી નિર્લિપ્ત રાયએ એક યાદીમાં જણાવેલ છે

(1:45 pm IST)