Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

બાંટવા પોલીસે વેકરી ગામે પાંચ પતાપ્રેમીને ઝડપ્‍યા

જૂનાગઢ,તા. ૧૧: નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર  જુનાગઢ રેન્‍જ તથા  પોલીસ અધિક્ષક  રવિતેજા વાસમશેટી ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ  અધિક્ષક જે. બી. ગઢવી ની સુચના મુજબ જીલ્લા માં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્‍ત નાબુદ  કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા બાંટવા પોલીસ સ્‍ટેશનના નવનિયુક્‍ત મહિલા પીએસઆઇ પી.એસ.ઝાલાએ પોલીસ સ્‍ટેશનના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા

બાંટવા એ.એસ. આઇ.એમ. આર. ડવ અને પો. હે કોન્‍સ માલદેભાઇ પીઠાભાઇ, પો.કોન્‍સ.કિરીટભાઈ મંગાભાઇ રાઠોડ. પો.કોન્‍સ.રાજેશભાઇ બંધીયા, પો.કોન્‍સ. અશ્રનિભાઇ ડાંગર, પો.કોન્‍સ.ખીમાભાઇ કોડીયાતર સહિતના દ્વારા બાંટવા એ બીટ વિસ્‍તારના વેકરી ગામેથી જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નો જુગાર રમતા જીવાભાઈ દેવાયતભાઇ ગર, રસીકભાઇ છગનભાઇ વધેડીયા, હરેશભાઈ રામભાઇ કંડોરીયા, ભાયાભાઇ રાણાભાઇ કંડોરીયા, નારણભાઇ મુળુભાઇ ભાટુ ને રોકડ રૂ.૧૯,૬૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને  કાર્યવાહી હાથ ધરી હતી.

(1:41 pm IST)