Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જૂનાગઢના ૧૨ ગુન્‍હામાં સામેલ રાહુલ નબંર પ્‍લેટ કાઢીને ફેરવતાં ૬ વર્ષ પહેલા ચોરાયેલ બાઇક સાથે ઝડપાયો

જુનાગઢ,તા.૧૧ : અગાઉ ખુન, ચોરી, મારામારી, હથિયારધારા તથા પ્રોહીબીશનના ગુન્‍હાઓમાં પકડાયેલ ઇસમ યાજ્ઞિક ઉર્ફે રાહુલ હસમુખભાઇ ચાવડા (ઉવ.૨૪) રહે. હાઉસીંગ કોલોની, જૂનાગઢવાળાએ બી ડીવીજન પો.સ્‍ટે. ગુ.ર,નં.ફ.૧૦૭/ર૦૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્‍હામાં જલારામ સોસાયટી, ભાગ્‍યોદય એપાર્ટમેન્‍ટ પાસે, શીતલનગર પાસેથી એકટીવા મો.સા. રજી. નંબરGJ-11-AL-0983ની ચોરી કરેલ છે. અને જે મો.સા.ની નંબર પ્‍લેટ કાઢી પોતે ફેરવે છે. અને હાલ તે આ એકટીવા મો.સા. લઇ જૂનાગઢ, કાળવા ચોકથી જયશ્રી રોડ તરફ જતા રસ્‍તા ઉપર મહાસગાર ટ્રાવેલ્‍સની ઓફીસે સામે ઉભેલ છે. જેણે શરીરે સફેદ તથા કાળા કલરની લાઇનીંગવાળો શર્ટ તથા જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. તેવી હકીકત આધારે તપાસ કરતા   મળી આવતા તેની પુછપરછ અર્થે ક્રાઇમ બ્રાન્‍ચ ઓફીસે લાવતા મજકુર ઇસમે ઉપરોકત મો.સા. ચોરી કરી નંબર પ્‍લેટ કાઢી પોતે ફેરવતો હોવાની હકિકત જણાવતા મો.સા. કબ્‍જે કરી   બી ડીવીજન પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવેલ.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના ઇચા.પો.ઇન્‍સ.  એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.  ડી.જી. બડવા તથા વાયરલેસ પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા તથા પો.હેડ કોન્‍સ. વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, જીતેષ મારૂ, યશપાલસિંહ જાડેજા, નિકુલ પટેલ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ ઼કરમટા, દિવ્‍યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કરેલ છે.

(1:38 pm IST)