Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જેતપુરની સરકારી ગર્લ્‍સ હાઇસ્‍કુલમાંથી એક સાથે રર સિલાઇ મશીનની ચોરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૧: શહેરના હાર્દ સમા સ્‍ટેન્‍ડ ચોક વિસ્‍તારમાં આવેલ સરકારી કુંભાણી ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં સરકારના નિર્ણય અનુસાર ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવાના હોય સ્‍કુલના આચાર્યા બિન્‍દુબેન ચંદ્રવાડીયાએ સ્‍ટાફને સાથે રાખી વર્ગો તા.૧-ર-ર૧ના રોજ સગવડ કરતા હોય જેથી બીન ઉપયોગી વસ્‍તુઓ ભંગાર રૂમમાં રાખવા જતા સીલાઇ મશીન નંગ-રર જે બીન ઉપયોગી થયેલ હોય ત્‍યાં રાખેલ તે જોવા ન મળતા તેની શોધખોળ કરેલ પરંતુ ન મળેલ. જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા તા.૩૧-૧ર-ર૦ના રોજ બપોરે ૩.રપ વાગ્‍યાના અરસામાં બે શખ્‍સો સીલાઇ મશીનની ચોરી કરતા નજરે પડતા ચોરી થયાનું માલુમ પડેલ જેથી બિન્‍દુબેને શહેર પોલીસમાં સ્‍કુલના ભંગાર રૂમમાં રાખેલ સીલાઇ મશીન નંગ-રર કિ. રૂા. ૧૧,ર૩૦ ની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૮૦, ૪પ૪, ૪પ૭, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તે શખ્‍સોને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

(1:37 pm IST)