Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

માધવપુર પાસે કાચબા ઉછેર કેન્‍દ્ર દ્વારા ૭૭૬ કાચબાના બચ્‍ચાનો ઉછેર

(સ્‍મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ :. માધવપુર નજીક દરીયાકાંઠે આવેલા કાચબા ઉછેર કેન્‍દ્ર દ્વારા આ વર્ષે ૭૭૬ કાચબાના બચ્‍ચાનો ઉછેર કરીને દરીયામાં સલામત છોડી મુકવામાં આવ્‍યા છે.

વન વિભાગ હસ્‍તકના કાચબા ઉછેર કેન્‍દ્ર પાસે ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦ કાચબાના ૧૮ માળા ઓછા જોવા મળ્‍યા હતા. માદા કાચબા ઈંડા મુકવા રેતીમાં ૨ થી ૩ ફુટ ઉંડા ખાડા કરે છે અને ઈંડા મુકે છે, ત્‍યાર પછી દરીયામાં ચાલી જાય છે. આ ઈંડાને નુકસાન ન થાય તે માટે કાચબા ઉછેર કેન્‍દ્ર દ્વારા દરકાર કરવામાં આવે છે.

(1:31 pm IST)