Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીના ૧.૪૦ લાખ અને સફેદ ડુંગળીના ૨૫ હજાર કટ્ટાની આવક

એક મણનો ભાવ ૧૫૦ થી ૭૦૦ બોલાયો : રેકોર્ડબ્રેડ આવક થતા વાહનો બહાર ઉભા રાખવા પડયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૧ : સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું ડુંગળીનો પાક નિષ્‍ફળ ગયાં બાદ ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળતાં ખેડૂતોએ વ્‍યાપક પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ છે.ત્‍યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવકો જોવા મળી છે.

માર્કેટ યાર્ડ સતાધીશોએ ગત રાત્રીના ડુંગળીની આવકનો પ્રારંભ કરતાં માત્ર પાંચ જ કલાકમાં ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ જવા પામ્‍યું હતું.તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં ૧,૬૫,૦૦૦ કટ્ટા ડુંગળીની આવક સાથે ડુંગળીનો સમાવેશ ન થતા હજું પણ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળી છે.હાલમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.

યાર્ડમાં ડુંગળીના વહેંચાણ અને નિકાલ બાદ જ યાર્ડ બહાર ઉભેલા ડુંગળી ભરેલા વાહનોની પ્રવેશ આપવામાં આવશે તેવું યાડઁ નાં સતાધીશો દ્વારાᅠ જણાવેલ છે.બીજી તરફ આજે ગોંડલ માર્કેટ યાર્ડમાંᅠ ડુંગળીના ભાવમાં અઢળક આવકો વચ્‍ચે તેજીનો માહોલ પણ જોવા મળ્‍યો છે.

યાર્ડમાં લાલ ડુંગળીની ૧,૪૦,૦૦૦ કટ્ટા અને સફેદ ડુંગળીના ૨૫૦૦૦ કટ્ટાની આવક સાથે હરાજીમાં લાલ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૫૦/-થી લઈને ૭૦૦/- સુધીના અને સફેદ ડુંગળીના ભાવ રૂપિયા ૨૫૦/-થી લઈને ૪૦૦/- સુધીના બોલાયા હતાં.

(12:12 pm IST)