Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જેતપુર હાઇવે ટોલ પ્‍લાઝામાં ટ્રાફીક અવેરનેશ

વિરપુર : જેમાં ટોલ પ્‍લાઝા સ્‍ટાફ સાથે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઈ ખાચર સાહેબ તથા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.પરમાર અવરનેશ કાર્યક્રમમાં જોડાયા હતા. ટ્રાફિક અવરનેશમાં રોડ પર ચાલતા વાહન ચાલકોને શીટ બેલ્‍ટનો ઉપયોગ કરવો તેમજ ટૂ વ્‍હીલ ચાલકોને હેલ્‍મેટ પહેરવું અને અન્‍ય નિયમોનું પાલન કરવા જાણકારી આપી માહિતગાર કરી સુરક્ષા અંગે જાણકારી આપી હતી અને વાહન ચાલકોને પેમ્‍પલેટ આપીને ટ્રાફિકના લગતા નિયમો વ્‍યવસ્‍થિત રીતે સમજાવી માહિતગાર કરવામાં આવ્‍યા હતા આ તકે ભરૂડી ટોલ પ્‍લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવી તેમજ પીઠડીયા ટોલપ્‍લાઝાના મેનેજર જીતેન્‍દ્રભાઈ તથા ગોંડલ તાલુકા પીએસઆઇ એમ.જે.પરમાર, રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા ભરૂડી ટોલપ્‍લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવીએ તેમજ પીઠડીયા ટોલપ્‍લાઝાના જિતેન્‍દ્રભાઈએ સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમની તસ્‍વીર.(તસ્‍વીર : કિશન મોરબીયા, વિરપુર)

(12:11 pm IST)