Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઉના પાસે ચોરખાનાવાળી કારમાં દિવથી દારૂ લઇ આવતા ત્રણ શખ્‍સો ઝડપાયા : ૨ લાખનો માલ કબ્‍જે

કોડીનાર,તા.૧૧ : આગામી સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચુંટણી અનુસંધાને જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિકક્ષ રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહીબીશનના કેશો શોધી કાઢી પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરાવવા સુચના આપતા ક્રાઇમ બ્રાંચ ગીરસોમનાથના પોલીસ ઇન્‍સપેકટર વી.આર. રાઠોડ તથા પોલીસ સબ ઇન્‍સપેકટર કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ગીરસોમનાથ પો.હેડ કોન્‍સ. પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, શૈલેષભાઇ ડોડીયા, પોલીસ કોન્‍સ. ઉદયસિંહ પ્રતાપસિંહ, પો. સ્‍ટાફ  ઉના દીવ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન હકીકત મળેલ કે દીવ તરફથી અહેમદપુર માંડવી એક પોસ્‍ટ થઇ પીસ્‍તા ગ્રીન કલરની ઇનોવા કાર રજી. નંબર  GJ-17-C9433 વાળીમાં ચોરખાના (લોકેશન) બનાવેલ હોય જેમાં ઇંગ્‍લીશ દારૂ ભરી ઉના તરફ આવે છે. હકીકત આધારે ઉના પો.સ્‍ટે. ટાઉન વિસ્‍તારમાં નાગનાથ મંદીર પાસેથી વોચ દરમ્‍યાન ઇનોવા કાર રોકાવી કાર ચાલક (૧) દીલીપભાઇ છગનભાઇ મોકરીયા કોળી ઉવ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ ઠે. રહે. ટીંબડવાડી તથા સાથે બેસેલ (૨) પોપટભાઇ ઉર્ફે પ્રતાપ હાજાભાઇ ઓડેદરા-મેર ઉવ.૨૦ ધંધો મજુરી રહે. જુનાગઢ ઠે.બીલખા રોડ લીરબાઇપરા (૩) રામભાઇ ઉર્ફે રાજુ બાલુભાઇ મોઢવાડીયા-મેર ઉવ.૩૮ ધંધો મજુરી રહે. મુળ ઉપલેટા ઠે.જી.આઇ.ડી.સી. ખીજડીયા હનુમાનની બાજુમાં હાલ રહે. દુધાળા તા.જાફરાબાદ વાળાઓના હવાલા વાળી ઇનોવા કારના ચોરખાના (લોકેશન) માંથી મળી આવેલ (૧) સીગ્નેચર વ્‍હીસ્‍કી દમણ દમણ બનાવટની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૪૪ કી.રૂા. ૧,૧૮,૦૮૦/- (૨) જેમશન આઇરીસ વ્‍હીસ્‍કી આયરલેન્‍ડ બનાવટની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ કી.રૂા. ૨૬,૪૦૦/- (૩) સ્‍મીરન ઓફ ગ્રીન એપલ વોડકા ઔરંગાબાદ બનાવટની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ કી.રૂા. ૯૬૦૦/- (૪) બ્‍લેક એન્‍ડ વ્‍હાઇડ સ્‍કોચ વ્‍હીસ્‍કી ઔરંગાબાદ બનાવટની ૬૦ એમ.એલ.ની પ્‍લાસ્‍ટીકની બોટલ નંગ-૧૪૭ કી.રૂા. ૨૨,૦૫૦/- (૫) જોની વોકર બ્‍લેક લેબલ સ્‍કોચ વ્‍હીસ્‍કી ઇડનબર્ગ સ્‍કોટલેન્‍ડ બનાવટની ૫૦ એમ.એલ.ની પ્‍લાસ્‍ટીકની કંપની શીલપેક  બોટલ નંગ-૧૮૫ કી.રૂા. ૫૯,૨૦૦/- મળી કુલ ૨,૩૫,૩૩૦નો દારૂ તથા પીસ્‍તા ગ્રીન કલરની ઇનોવા કાર રજી.નંબર   GJ-17-C9433 કી.રૂા. ૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ -૪ની કી.રૂા. ૧૧,૦૦૦/- મળી કુલ કી.રૂા. ૬,૪૬,૩૩૦/-ના પ્રોહી મુદામાલ સાથે પકડાઇ ગયેલ આ દારૂનો જથ્‍થો આરોપી નં. (૪)  ધમેન્‍દ્ર ઉર્ફે ધમો જેઠાલાલ બારૈયા જયઅંબે બાર ઘોઘલા (દીવ) વાળાએ ભરી આપી તથા આ દારૂનો જથ્‍થો આરોપી નં (૫) દીવ્‍યેશ ઉર્ફે ડી.કે. ઓડેદરા રહે. જુનાગઢ લીરબાઇ પરા વાળાએ મંગાવી ગુન્‍હો કરેલ હોય મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પ્રોહી. ધારા મુજબ ઉના પોલીસ સ્‍ટશેનમાં ફરીયાદ રજીસ્‍ટર કરાવેલ.

(12:07 pm IST)