Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

માખાવડનાં સાંખ્‍ય યોગીની બહેનોનું અનુદાન :

 માખાવડ ગામના સ્‍વામીનારાયણ મહિલા મંદિરના સાંખ્‍ય યોગી બહેનોએ રામ મંદિર નિર્માણ માટે ગામમાં સત્‍સંગ કરી રૂપિયા ૪૮૧પ૦ એકઠા કરી તે રૂપિયા રામ મંદિર નિર્માણ કાર્ય માટે અર્પણ કરેલ.  આ સમર્પણ નિધિ આપવા માટે ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણીને વાત કરેલ. તેમણે આ સંકલ્‍પને ઉમળકાભેર વધાવેલ. તેમના પ્રયાસોથી રાષ્‍ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્‍ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રીમતી કાંતાબેન કથીરિયા, રાજકોટ મહાનગરના કાર્યવાહીકા શ્રીમતી જશ્‍મીનબેન પાઠક, રાજકોટ મહાનગરના સંપર્ક પ્રમુખ શ્રીમતી નીતાબેન દવે વગેરેની ઉપસ્‍થિતીમાં શ્રીમતી અંજલીબેન રૂપાણી અને શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્‍તે નિધિ અર્પણ કરેલ. સાંખ્‍ય યોગી બહેનો દ્વારા કરવામાં આવેલ આ પવિત્ર કાર્યને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ બિરદાવી, આનંદ વ્‍યકત કરી અભિનંદન પાઠવ્‍યા હતાં.

(12:07 pm IST)