Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઉનામાં વધુ એક બુટલેગરની ‘પાસા' હેઠળ ધરપકડઃ સુરત જેલ હવાલે

૬ માસમાં ૭ માથા ભારે શખ્‍સો ‘પાસા' હેઠળ ધરપકડો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૧ :..  પોલીસ વધુ એક દારૂના બુટલેગર જાવીદ ઉર્ફે જોન શેખને પાસામાં પકડી લેતા ઉના પંથકમાં ૬ મહીનામાં ૭ માથા ભારે શખ્‍સને પાસામાં પુરી પોલીસે દાખલો બેસાડયો છે.

પોલીસ ઇન્‍સ્‍પેકટર વિજયસિંહ ચૌધરીએ દારૂના બુટલેગરો, માથાભારે શખ્‍સોની સામે અભિયાન હાથ ધરતાં મુળ નાલીયા માંડવી  -ઉનાનો હાલ ઉનામાં રહીમનગરમાં રહેતો વિવિધ વિદેશી દારૂનાં ગુનામાં પકડાયેલ આરોપી જાવિદ ઉર્ફે જોન હબીબભાઇ શેખ ઉ.૩પ વાળાની પાસાની ફાઇલ તૈયાર કરી જીલ્લા પોલીસ મથકે મોકલતાં તે ફાઇલ જીલ્લા મેજીસ્‍ટ્રેટને ભલામણ સાથે મોકલતાં જીલ્લા મેજીસ્‍ટ્રેટ પાસાનું વોરંટ કાઢેલ હતું.

આ વોરન્‍ટના આધારે સર્વેલન્‍સ સ્‍ટાફનાં હેડ પોલીસ કોન્‍સ્‍ટેબલ પાંચાભાઇ એ જાવીદભાઇએ તેમના ઘરેથી અટક કરી સુરત સેન્‍ટ્રલ જેલમાં મોકલી આપેલ હતો. માત્ર ૬ મહીનામાં ઉના પોલીસે ૭ સામે પાસા ત્‍થા ર સામે પાંચ જીલ્લા હદપાર કરવામાં આવતા બુટલેગરોમાં ભય વ્‍યાપી ગયો છે.

(12:06 pm IST)