Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

માળીયાહાટીના : કેશરકેરીના પાકમાં સફેદ ફૂગીનો રોગથી ખેડૂતોને આફતના ઓછાયાની ભીતી

માળીયાહાટીના તા.૧૧ : તાલુકામાં બાગાયતી પાક કેશર કેરીના પાકમાં સફેદ ફુગીનો રોગ આવતા ખેડૂતોને કેશર કેરીનો પાક નિષ્‍ફળ જવાની ભીતી સેવાય રહી છે.

અમરાપુર ગામે મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કેશર કેરીના બગીચા ધરાવે છે. આ વર્ષે આંબાના વૃક્ષમાં મોરની આવક પણ ખૂબ મોટી માત્રામાં હોવાથી ખેડૂતોને પાક સારો થવાની ધારણા હતી પરંતુ ખેડૂતો ઉપર ફરી પણ આફતના ઓછાયા પડયો હોય તેમ આંબાના વૃક્ષમાં સફેદ ફુગીનો ઉપદ્રવ વધતા મોર બળવા લાગ્‍યા છે તેના લીધે કેસરકેરીનુ બંધારણ ખાખડીના રૂપમાં થતુ હોય છે. તે બળી જવાને લીધે ખેડૂતોને કેસર કેરીનો પાક નિષ્‍ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.છેલ્લા બે વર્ષથી ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેમ દરેક પાક પર કોઇને કોઇ આફતના ઓછાયા પડવાના લીધે ખેડૂતોને મુશ્‍કેલી પડી રહી છે.

ખેડૂતોના જણાવ્‍યા મુજબ આંબાના બગીચામાં સફેદ ફુગ આવવાના લીધે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. પણ કોઇ વળતર મળતુ ન હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે. એગ્રી કલ્‍ચર નિષ્‍ણાંતના જણાવ્‍યા પ્રમાણે જંતુનાશક દવાનો ઉપયોગ સાથે ઓર્ગેનીક પધ્‍ધતી અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્‍યારે કુદરતી આફતો સામે ખેડૂત લાચાર બનીને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યુ છે.

(12:02 pm IST)