Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ચોટીલાના પીપરાળીની સીમમાં ૧૨૯ કિલો ગાંજાનું વાવેતર ઝડપાયુ

લીંબોળીની આડમાં કેફી દ્રવ્‍યનું વાવેતર કરનાર શખ્‍સની રૂા. ૧૦.૩૨ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલાના વિસ્‍તારમાં વધુ એક ગાંજાનું વાવેતર ઝડપાઈ જવા પામ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલાના પહાડી વિસ્‍તારોમા અવાર નવાર ગાંજો અને નશાકારક પદાર્થની ઝડપ આવવાનો સિલસિલો યથાવત્‌ રહેવા પામ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપરાળી ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્‍યું છે ત્‍યારે પીપરાળી ગામ ની સીમ વિસ્‍તારમાં આવેલું ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્‍યો હોવાની બાતમી એસ.ઓ.જી ટીમને મળી હતી.

સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા રાત્રી પેટ્રોલીંગ દરમિયાન સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપરાળી ગામેથી ખાનગી મળેલી બાતમીના આધારે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્‍યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા પીપરાળી ગામેથી ૧૨૯ કિલો ગાંજા નું વાવેતર તે વિસ્‍તારમાંથી ઝડપી પાડવામાં આવ્‍યું છે ત્‍યારે લીંબુની આડમાં આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્‍યો હોવાનો ઘટસ્‍ફોટ થવા પામ્‍યો છે ત્‍યારે આ ગાંજાનું વાવેતર કરનાર ગોરધનભાઈની સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા અટકાયત કરી છે ને ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

ત્‍યારે આખી રાત ખેતરમા ઉગાડેલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવા મજૂરો બોલાવવામાં આવ્‍યા હતા અને તૈયાર માલ લણવાનું કામ શરૂ કરવામાં આવ્‍યું હતું ત્‍યારે વહેલી સવારે મળતી વિગત અનુસાર ૧૨૯ કિલો ગાંજો તૈયાર થયેલી હાલતમાં સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યો છે ત્‍યારે આ ગામડા ની કુલ કિંમત ૧૦.૩૨ લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા આ ગાંજાનું વાવેતર કરનાર ગોરધન ભાઈને પણ અટકાયત કરવામાં આવી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા ની આજુ બાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પહાડી વિસ્‍તારોમાં નશાકારક પદાર્થનું વાવેતર ઝડપ આવવાનો સિલસિલો યથાવત્‌ રહેવા પામ્‍યો છે તેને છેલ્લા છ માસમાં ત્રીજી વખત સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી અને લીમડી ડીવાયએસપી દ્વારા અલગ અલગ વિસ્‍તારોમાંથી નશાકારક પદાર્થનું વાવેતર કરનાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર એસઓજીની ટીમે વધુ એક નશાકારક પદાર્થનું વાવેતર કરનાર ઇસમને ઝડપી પાડવામાં આવ્‍યો છે.

(12:01 pm IST)