Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ભેંસાણ તાલુકાની ૪ પ્રાથમીક શાળાઓની ઓચીંતી મુલાકાત લેતા જીલ્લા શિક્ષણાધીકારીઃ ૪ આચાર્યોને નોટીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૧: જુનાગઢ જીલ્લા શિક્ષણાધીકારી શ્રી આર.એસ.ઉપાધ્‍યાયએ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી શ્રી ઉપાધ્‍યાય પ્રાથમીક શાળાઓની સતત ઓચિંતી મુલાકાતો લઇ રહયા છે. જેમાં ભેંસાણ તાલુકાની ગઇકાલે અંતરીયાળ વિસ્‍તારની ચાર શાળાની શ્રી ઉપાધ્‍યાયએ ઓચિંતા મુલાકાત દરમ્‍યાન શાળાના આચાર્ય અને શિક્ષકોને અનિયમીતતા બદલ ભેંસાણ તાલુકાની ડમરાળા સરદારપર અને ચુડા પે સેન્‍ટર શાળાને નોટીસ ફટકારી  અને જીલ્લાભરના પ્રાથમીક શાળાના શિક્ષકોને શાળામાં નિયમીત હાજર રહેવા કડક રીતે સુચના આપી છે અને અનિયમીત રહેશો તો આકરા પગલા લેવા નિર્દેશ આપેલ છે.

(12:00 pm IST)