Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જયંતી ભાનુશાળી હત્‍યા કેસમાં મનિષા ગૌસ્‍વામીની જામીન અરજી રદ્દ

કચ્‍છ અબડાસાના પૂર્વ ધારાસભ્‍ય જયંતિ ભાનુશાળીની ૨૦૧૯ ચાલુ ટ્રેનમાં ગોળી ધરબી દઇને હત્‍યા થયેલ : આરોપી મનીષા ગૌસ્‍વામીનું નામ હત્‍યાના બનાવમાં માસ્‍ટર માઇન્‍ડ હોવાનું ખુલ્‍યું હતું, પૂર્વયોજીત કાવત્રુ ઘડી હત્‍યાને અંજામ આપેલ છે : જામીન આપી શકાય નહિ : સ્‍પે. પી.પી. તુષાર ગોકાણીની રજૂઆત ગ્રાહ્ય રાખીને મનિષાની જામીન અરજી ફગાવાઇ

રાજકોટ તા. ૧૧ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્‍ય જયંતીભાઈ ભાનુશાળીની તા.૦૭/૦૧/ર૦૧૯ ના ભુજ થી અમદાવાદ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈ હત્‍યા કરવાના ગુન્‍હામાં માસ્‍ટર માઈન્‍ડ મનીષા ગોસ્‍વામીની જામીન અરજી ભચાઉ સેશન્‍સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, મરણજનાર અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી જયંતીભાઈ ભાનુશાળી તા.૦૭/૦૧/ર૦૧૯ ના રોજ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન નં.૧૯૧૧૬માં ભુજ થી અમદાવાદ ફર્સ્‍ટ એ.સી. કોચમાં કોચ નં. એચ/૧ ની ભજીભ કેબીનમાં શીટ નં. ૧૯ ઉપર મુસાફરી કરતા હતા તે દરમ્‍યાન ટ્રેન સામખીયાળી સ્‍ટેશન નજીક પહોંચેલ ત્‍યારે ચાલુ ગાડીએ મહારાષ્‍ટ્રના શાર્પશુટરો શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે અને અશરફ અનવર શેખે પૂર્વાયોજીત કાવત્રા મુજબ જયંતી ભાનુશાળી ઉપર બંધૂકથી ફાયરીંગ કરી હત્‍યા નિપજાવેલ હતી. આ બનાવ અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્‍ટેશનમાં છબીલદાસ નારણભાઈ પટેલ, મનીષાબેન ગોસ્‍વામી, જયંતીભાઈ જેઠાલાલ ઠકકર, સિઘ્‍ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ વિગેરે વિરૂઘ્‍ધ ઇ.પી.કો. કલમ-૩૦ર, ૧ર૦ (બી), ૩૪ તથા આર્મ્‍સ એકટની કલમ-રપ, ર૭ વિગેરે મુજબની એફ.આઈ.આર. નોંધાયેલ હતી. ત્‍યારબાદ કેસની ગંભીરતા જોય સરકાર દ્વારા ખાસ તપાસ દળ (સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમ-SIT) ની રચના કરવામાં આવેલ અને SIT દ્વારા તપાસ શરૂ કરાતા ગુન્‍હામાં કલમ-૩૯૭,ર૦૧ તેમજ રેલ્‍વે એકટની કલમોનો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમ્‍યાન સમગ્ર કાવતરુ ખુલ્લુ પાડી કયત દ્વારા (૧) રાહુલ જયંતીભાઈ પટેલ રહે. કચ્‍છ (ર) નિતીન વસંતભાઈ પટેલ રહે. કચ્‍છ (૩)શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે રહે. પુના-મહારાષ્‍ટ્ર (૪) અશરફ અનવર યુનીશ શેખ રહે. પુના-મહારાષ્‍ટ્ર (પ) વિશાલ નાગનાથ યેલપ્‍પા રહે. પુના-મહારાષ્‍ટ્ર (૬) સિઘ્‍ધાર્થ છબીલદાસ પટેલ રહે. અમદાવાદ (૭) છબીલદાસ નારણભાઈ પટેલ રહે. અમદાવાદ (૮) જયંતીલાલ જેઠાલાલ ઠકકર રહે. ભુજ (૯) રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રે રહે. પુના-મહારાષ્‍ટ્ર (૧૦) મનીષાબેન ગજજુગીરી ગોસ્‍વામી રહે. વાપી (૧૧) સુજીત દેવીસીંગ પરદેશી રહે. પુના-મહારાષ્‍ટ્ર (૧ર) નિખીલ બાલુભાઈ થોરાટ રહે. પુના-મહારાષ્‍ટ્ર એમ કુલ-૧ર લોકોને ગુન્‍હાના કામે અટક કરવામાં આવેલ.

સરકાર તરફે આરોપીની અરજીનો વિરોધ કરતા સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલ કે આરોપી ખૂબ જ ચાલાક છે અને પોતે તમામ ગોઠવણ કરી મહારાષ્‍ટ્રના શાર્પશુટરોને ગુન્‍હાને અંજામ કઈ રીતે આપવો તે સમજાવી હત્‍યાને અંજામ આપ્‍યા બાદ હાઈવેના સીસીટીવીથી બચી શકાય તેવા અલગ રૂટથી નાસી જવા મદદ કરેલના પુરાવા છે તેમજ પૂર્વાયોજીત કાવત્રાના ભાગરૂપે મનીષાએ અગાઉ પણ મહારાષ્‍ટ્રની ગેન્‍ગના સુજીત પરદેશી અને નિખીલ થોરાટ સાથે મળી ગુજરનારને ઝારખંડ રાજયમાં મારી નાંખવા માટે પ્‍લાન ગોઠવેલ હતો પરંતુ ગુજરનારને બદલે તેનો ભાણેજ ઝારખંડ જતા સમગ્ર પ્‍લાન નિષ્‍ફળ ગયેલ હતો. ત્‍યારબાદ ફરીવખત મરણજનારની રાજકીય કારર્કિદી છિન્‍નભીન્‍ન કરવા ખોટી ફરીયાદો કરી કરાવી કલંકીત કરવાના પ્રયાસો કરેલ પરંતુ તેમા સંપૂર્ણપણે સફળતા ન મળતા કાયમી ધોરણે ગુજરનારનો કાંટો કાઢી નાંખવા માટે સુજીતે પોતાના શુર્ટરોને મહારાષ્‍ટ્રમાંથી મોકલી છબીલ પટેલ સાથે સોદાબાજી કરી તમામ પગલાઓ આયોજનબઘ્‍ધ ભરી જયંતીભાઈ ભાનુશાળીનુ કાસળ કાઢી નાંખવામાં આવેલુ છે. SIT દ્વારા ચીવટપૂર્વક તપાસ કરી ઓડીયો-વડીયો, મોબાઈલ લોકેશન સહીતના સાયન્‍ટીફીક પૂરાવાઓ એકત્ર કરવામાં આવેલ છે જેથી આરોપી સામે મજબુત પુરાવો પોલીસે રજુ કરેલ હોય આરોપીની અરજી રદ કરવા દલીલો કરાયેલ હતી.

બન્‍ને પક્ષકારોની દલીલોના અંતે ભચાઉના અધિક સેશન્‍સ જજ એવા તારણ પર આવેલ કે, આરોપી મનીષા, શાપલ્લશુટરો તથા અન્‍ય સહયોગી આરોપીઓ ચોકકસ સ્‍થળે, ચોકકસ સમયે ભેગા થાય છે તેમજ બનાવના બે દિવસ પહેલા જ એક જ ફલાઈટમાં મુંબઈથી ભુજ આવેલ છે અને જયારે આરોપી મનીષાને અન્‍ય રાજયમાંથી પકડવામા આવે છે ત્‍યારે શાપલ્લશુટરોની ગેન્‍ગના લીડર અને અન્‍ય ભાગેડુ આરોપીને બચાવવા માટે પોતાનો મોબાઈલ પોતાના અંદરના આંતરીક વસ્‍ત્રોમાં સંતાડી દયે છે જેથી અરજદાર ગમે તેટલી નિમ્‍ન કક્ષાએ જઈ શકે તેવી માનસીકતા ધરાવતા હોય અરજદારને જામીન મુકત કરવાથી સાક્ષીઓ માટે ભયની પરીસ્‍થિતિ ઉભી થાય તેવુ માની જામીન નકારેલ છે અને કોઈ વિશીષ્‍ટ બદલાયેલા સંજોગો ન હોય તેથી રજુ થયેલા પુરાવાઓને ઘ્‍યાને લઈ સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર દ્વારા કરવામાં આવેલ દલીલો માન્‍ય રાખી મનીષાબેનની જામીન અરજી નામંજુર (રદ) કરેલ હતી.

આ કામમાં સરકાર તરફે સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે જાણીતા ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણીએ રજૂઆતો કરેલ હતી.(૨૧.૧૩)

(11:48 am IST)