Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર પુનઃ સોનાની દાણચોરીનો ઇશારો

બજેટમાં સોનાની એકસાઇઝમાં ઘટાડાની જાહેરાત બાદ કેટલો ઘટાડો? તેની પ્રતિક્ષાઃ સોના-ચાંદીને જળમાર્ગથી ઘુસાડવાની કસરત અંગે ડેન્જર ચાર્લીના દેશહિત માટેના સર્વે ઉપરથી તારણ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ : બજેટમાં શેર બજારની જેમ સોનાની લે-વેચ અને સાથે સોનાની એકસાઇઝમાં ઘટાડા અંગે વિચારણા સરકારમાં ચાલી રહી છે ત્યારે એકસાઇઝમાં કેટલો ઘટાડો? તે અંગે હજુ પ્રતિક્ષા છે. દરમિયાન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઉપર અસર તેમજ સંવેદનશીલ દરિયાં કાંઠાથી સોનાની દાણચોરી પુનઃ સક્રિય થાય તેવો ઇશારો દેશ હિત માટે ડેન્જર અને ચાર્લીએ કરેલ સર્વેના તારણ ઉપરથી થઇ રહેલ છે.

ભારતના જળ સિમાહ વિસ્તારમાં ગુજરાતનો જળ સિમાહ વિસ્તાર સૌથી વધુ લંબાઇ ધરાવતો ગણાય છે. આશરે ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલો  મીટરના આ જળ સિમાહ વિસ્તારમાં કચ્છનો અખાતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનમાંથી આવવા માટે સિંઘપ્રાંત નજીક તેનું પ્રવેશ દ્વારા ગણાય છે. દેશી દ્રોહી ગદારો પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાંથી પ્રવેશ કરે છે. અહીં મીઠા પાણીને રોકવા સક્કરબેરેજ પાસે ભારતના પનોતા પુત્ર પુનાના સ્વ. ડો. વિશ્વસરૈયાએ અંગ્રેજ શાસનકાળમાં આ સ્થળે સક્કર બેરેજ બંધ બાંધી મીઠું પાણી રોકવા સફળતા મળી સાત નદીના પ્રવાહથી આ વિસ્તારમાં મીઠા પાણી રોકતા વિવિધ પ્રકારની કિંમતી મચ્છીની ઉત્પત્તી પણ થાય છે. અને ભારત-પાકિસ્તાનના માચ્છીમારો વિસ્તારમાં સામ સામે મચ્છીમારી કરે છે. કયારેક પાણીના પ્રવાહમાં આગળ પણ નીકળી જાય છે. પાકિસ્તાનની જળ સિમાહમાં પ્રવેશી જાય છે. પકડાય પણ જાય છે. માચ્છીમારો સાથે ફીશીંગ બોટો પણ પકડાય છે.

એક  અંદાજ મુજબ આશરે ૬પ૦ જેટલા માચ્છીમારો પાકિસ્તાનની જેલમાં બંધક બનેલ છે. જેમાંની કેટલાક માચ્છીમારોની સજા પણ પુર્ણ થઇ ગયેલ હોવા છતાં જયાં સુધી ભારત - પાકિસ્તાનની સરકાર અરસ-પરસ વાતચીત કરે નહીં ત્યાં સુધી ભારતીય માચ્છીમારોની સોંપણી થતી બન્ને અરસ-પરસ સમજુતીથી થાય. ત્યારબાદ સમજુતી પ્રમાણે સમજુતી પ્રમાણે માચ્છીમરો કુત થઇ શકતા નથી. જેલમાં પણ મરણ થતા પાકિસ્તાનની સરકાર મૃતદેહ સોંપવા માટે લાંબી સમય સુધી પ્રતિક્ષા કરાવે છે. પાકિસ્તાનમાં ભુખમરા જેવી સ્થિતિ હોવા છતા આ બોજો પાકિસ્તાન સરકાર ઉઠાવી રહી છે.

આ ઉપરાંત ભારતીય બનાવટની અંદાજે ૧રપ૦ બારસો પચાસ જેટલી ફીશીંગ બોટો પાકિસ્તાનના બંદરમાં ખીચોખીચ રાખવામાં આવી છે. ફીશીંગ બોટો અથડાતા ભાંગી પણ ગયેલ છે. આ ખોટો હાલની બજાર કિંમત મુજબરૂ. ૩ થી ૪ અબજ જેટલી થવા જાય છે. જયારે પાકિસ્તાનચાંચીયાગીરીથી પકડેલ આ બોટોની કિંમત રૂ. ૧ એક અબજ વધુ ગણાતી ભારત સરકારે પાકિસ્તાન સરકારને બંધક માચ્છીમારોને છોડવા તથા બોટ મુકત કરવા વાટાઘાટ અરસપરસ થયેલ. કંઇક અંશ રૂપ સફળતા મળેલ. હાલ અધ્ધરતાલ જેવી સ્થિતિ રહી છે.   પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા અપહરણ થયેલ પરપ્રાંતીય તમામ ફીશીંગ બોટના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. પાકિસ્તાનના કબજા રહેલી આ બોટનો ઉપયોગ પણ થતો હોવાની કયારેક અરબી સમુદ્રમાં દેખાઇ દઇ રહેલ છે. ભય છે આતંકવાદી દેશદ્રોહી ગદારો ઉપયોગમાં લેતા હશે?

પાકિસ્તાનના માચ્છીમારો પણ કચ્છ સીમામાં પ્રવેશ કરે છે અને ભારતીય હદમાં આવેલ કચ્છના માળીયા મીયાણી થી રેલ્વે સ્ર્સ્તે કચ્છમાં  પ્રવેશતા સુરજબારી સુધી ઘુસી આવે છે. કચ્છના અખાતમાં પ્રવેશ છે અને આ વિસ્તારમાં કદી ભરાવો રહેતો હોય પાણી ભરાયુ હોય જેથી વીર પ્રવાહ અંદર આવતો હોય ત્યારે તેની સાથે સાથે અંદર ફીશીંગ બોટો ઘુસી જાય છે અને પાણી યાને વીરની ઓટ શરૂ થાય ત્યારે તેની સાથોસાથ બહાર નીકળી જાય છે. ફીશરમેન કરતા માચ્છીમારોના સ્વાંગમાં દેશદ્રોહી ગદાર પ્રવૃતિ કરનાર અહી ખાડામાં હરામી નાળા તેમજ અન્ય નાળાઓ ફેફી પદાર્થ ઘુસાડી દયે વાતાવરણ ચોખ્ખુ જણાતા ડીલીવરી બહાર કાઢી લ્યે.

પાકિસ્તાનની મરીન સિકયોરીટીની અમર રાષ્ટ્રીય જળ સિમાહ ભંગ કરી ઘુસણખોરીથી ભારતીય માચ્છીમારોનું અપહરણ કરી જાય બોટ પણ ઉપાડી જનાય છે. કેટલાક શંકાસ્પદ ઘુસણખોરો ઘુસી જાય છે. આતંકવાદી તત્વોનો પગપેસારો અવાર નવાર ચમકે છે. કેફી માદક પદાર્થની હેરાફેરી માં આઇએસઆઇના ઇશારો મુખ્ય હતો. હાલ અન્ય સંગઠનોની પ્રવૃતી બહાર આવી રહી છે. આ વિસતારો સંવેદનશીલ ગણાય છે. ચિંતાજનક છે. દેશદ્રોહી તથા ગદારો વધુ પડતી પસંદગી પોરબંદરના ૧૧૦ કિલોમીટરના કિનારા વિસતાર પર રહી છે. કારણ કે ગ્રામ્ય વિસ્તાર પર આવેલ અરબી સમુદ્ર કિનારા નધણીયાત હાલતમાં સુરક્ષીત ગણાય અને સાથોસાથ કોસ્ટલ હાઇવેથી નજીક હોવાથી સીધુ કન્સાઇન્ટમેન્ટ નીકળી જાય. કિનારા પણ કુદરતી જેટી જેવા છે.

દેશભકત ડેન્જર ચાર્લીએ સાધારણ ભૌગોલીક સ્થિતીનું ટ્રેલર આપેલ છે. સાથોસાથ ગત માસમાં ભારત સરકારનું ર૦ર૧-રરનું બજેટ નાણામંત્રીશ્રીએ રજુ કરતા આ રજુ કરાયેલ બજેટ હળવુ ફુલ ગણવામાં આવેલ છે. જયારે દેવભુમી દ્વારકા જામનગર જીલ્લાના અરબી સમુદ્ર કિનારા પર બાજ નજર રાખતા દેશભકતોએ ઇશારો કરેલ છે. ચારેય દેશભકતનું મંતવ્ય એવું છે કે ગત માસમાં નાણામંત્રીશ્રી રજુ કરેલ બજેટમાં મહત્વની હકીકત રજુ કરીને ગંભીર વિચારણા માંગી લ્યે તેવી છે.

ડન્જર ચાર્લીના અને રોબર્ટ રોઝીના મતે સુવર્ણ સોનામાં એકસાઇઝ ઘટાડવાની જાહેરાત કરી તેની સીધી અસર કિંમતીધાતુ સુવર્ણ ચાંદીમાં જોવા મળે છે.સુવર્ણમાં ૧૦ દસ ગ્રામે રૂ. ૪૦૦૦ આસપાસ જોવા મળેલ. બજેટ બાદ અને ચાંદીમાં છેલ્લા છ માસની મારકેટ જોતા અંદાજીત રૂ. ૩પ૦૦૦ એક કિલો ભાવ હતો. છ માસના સમય દરમ્યાન એક માસ પહેલા રૂ. પપ૦૦૦ થી ૬૦૦૦૦ જોવા બજેટ લોકસભા રજુ થતા સુવર્ણ એકસાઈઝ ઈરાદાની વિચારણાની જાહેરાત સાથે સોનાનો ભાવ ઘટયો અને ચાંદીના એક કિલોના ભાવમાં ઉછાળો આવતા રૂ. ૧૦,૦૦૦ (દશ હજાર) આવતા રૂ. ૭૦,૦૦૦ (સીત્તેર હજાર) આસપાસ ઘુમરી મારે છે. સરેરાશ છેલ્લા છ માસમાં ૧૦૦ (સો ટકા) ભાવ વધારો ચાંદીમાં જોવા મળ્યો.

વ્યાપારી વર્તુળનું કહેવુ અને માનવુ છે કે નાણામંત્રીએ બજેટમાંએ લોકસભા જાહેરાત કરેલ છે. સંગ્રાહાયેલ સુવર્ણ બહાર લાવવા અર્થતંત્રનું બેલેન્સ જાળવવા માટે શેરબજારમાં શેરની લે-વેચ કરાય છે. ભાવ વધઘટ થાય તે રીતે સોનામાં જાહેરાત લે-વેચની કરવા વિચારણા હેઠળ છે અને સંગ્રહમાં પટેલ સોનુ બહાર લાવવા પ્રયત્ન છે. સરકાર પણ પોતાના હસ્તકનું સોનુ બજારમાં મુકશે.

ઉલ્લેખનીય છે કે સને ૧૯૬૨-૬૩ની સાલમાં કેન્દ્ર સરકારમાં ભારતના નાણામંત્રી મોરારજીભાઈ દેશાઈએ સુવર્ણધારો અમલમાં મુકયો. માર્કેટમાંથી સુવર્ણ અદ્રશ્ય થવા લાગ્યું. તે સમયે રૂ. ૧૦૦ (એકસો)થી ૧૨૫ (એકસો પચ્ચીસ) આસપાસ રહેલ. આજે કેરેટમાં ભાવ નક્કી થાય છે. બોલાય છે તે સમયે  ભાવ બોલાતા (સો ટચ એટલે  ૧૬ સોલવણુ ચોખ્ખુ ગણાતુ) સીધુ ઘડતર થાય નહી કારણ સોનુ નરમ હોય જેથી ઘડતર માટે તાંબુ અથવા ચાંદીનું મેરવણ ઉમેરાતુ. સોનામાં ગરમ કરી ભેળવાતુ વધુમાં વધુ ૧૪ વલ્લુ ઘડતર થતુ. વર્તમાન કેરેટમાં ૨૨ કેરેટમાં ઘડતર દાગીનો મળે છે, પરંતુ પુરતા કેરેટમાં દાગીનો ઘડતર થતો નથી. વહેચવા દશવલ્લુ - બારવલ્લુ નીકળે છે. ગ્રાહક માર પડે છે. ભાવ આંક ૨૨ - ૨૦ બાવીસથી વીસ કેરેટનો વધતા મજુરી વહેંચવા જતા માર્કેટમાં ભાવ ૨૦-૨૨ કેરેટ મેલકપાઈ મજુરી બિલના લખાણ મુજબ ભાવ મળતો નથી.

જ્યારે અગાઉ બિલમાં લખેલ તે પ્રમાણે એક વલ્લફેરનોે માર્કેટ ભાવદ્રમુક ખરીદ કરાય છે. દા.ત. ૧૫વલ્લાનો દાગીનો વહેંચવા જાય તો ૧૪ ચૌદ વલ્લાનો ભાવ વહેંચનારને મળે વર્તમાન બે કેરેટ ભાવ લખે પણ તે પ્રમાણે તે રીતે પુરતો ભાવ મળી રહેતો.

ઉલ્લેખનીય છે કે સને ૧૯૬૨-૬૩માં સુવર્ણધારો લાગુ કરવામાં આવેલ ત્યારે અમુક તોલામાલ યાને સોનુ અમુક તોલા ઘરમાં રાખવાનુ બાકીનું સોનુ ગોલ્ડ બોન્ડમાં જતા કરાવી દેવાનુ. જે તે સમયની બજાર કિંમતે ગોલ્ડ બોન્ડ સરકાર વતી બેંકના બોન્ડ અમુક મુકતના આપે તે પર બાજ પાકતી મુદતે તે સમયે બજારમાં સુવર્ણની કિંમતનો ભાવ બોલાતો હોય તે પ્રમાણે સરકાર ચુકવશે.

જ્યારે પાકતી મુદતે ગોલ્ડ બોન્ડ ધારક બેંકમા જમા કરાવવા ગયેલ ત્યારે કહેવામાં આવ્યુ કે જે તે સમયે ગોલ્ડ બોલ્ડ આપવામાં આવેલ તે સમયે જે બજાર કિંમત હતી, તે પ્રમાણે જ રકમ મળશે. ગોલ્ડ બોન્ડ ઘરાકી સ્થિતિ અવઢવ  બની ગયેલ છે હજુ સ્પષ્ટ થતુ નથી. ગોલ્ડ બોન્ડ ઘરાક પણ અવઢવમાં છે.

બન્નેમાં શેરબજારની જેમ સોનાની લે-વેચ થશે. સાથે એકસાઈઝ ઘટાડો કરવાની સરકારની વિચારણામા હોય પરંતુ કેટલો ઘટાડો કરવામાં આવશે? તેની જાહેરાત થઈ તેની પ્રતિક્ષા થઈ રહી છે. તેમ છતા બજાર પર અસર જોવા મળે છે. ઉપરમાં માર્કેટમાં અસર આવતા ત્યાં પણ ભાવની વધઘટ થતા દાણચોરીની શકયતા વધી રહેલ છે. સડવડાટ શરૂ થઈ ગયેલ છે. સપ્લાયરો ગોઠવણીમાં પડેલ છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સડવડાટ શરૂ થયેલ છે. સપ્લાયરની ગોઠવણી સીધી બોટ સાથે લેન્ડીંગ એજન્ટ દુનિયામાં પણ તેના કુરીયરની ગોઠવણમાં ગોઠવાય છે. તેવી ચર્ચા સાથે સોનુ-ચાંદી દાણચોરીથી ઘુસાડવાની કસરત છે તેવો ઈશારો છે.

(11:04 am IST)