Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સુરેન્દ્રનગર : સોશિયલ મીડિયા પર યુવતી તરીકે ઓળખ આપી ૪.૨૮ લાખની ઠગાઇ

વઢવાણ ગણપતિ ફાટસરના શખ્સ સાથે ૪ આરોપીઓએ છેતરપીંડી આચરી હતી પોલીસે મહિલા સહિત ૨ શખ્સોને પકડયા

વઢવાણ,તા.૧૧: સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેર વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં એક શખ્સ સાથે એક મહિલા સહિત ચાર શખ્સોએ સોશ્યલ મીડીયા પર વાતચીત કરી વિશ્વાસમાં લઈ પોતાના ખાતામાં જમા કરાવી લાખો રકમની છેતરીપીંડીના બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જેને ધ્યાને લઈ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ ઉત્ત્।મકુમાર નાગરભાઈ પરમાર અનુ.જાતિવાળા સાથે બે શખ્સો ઉમેશ મુળજીભાઈ પરમાર રહે. અમદાવાદ તથા નિરવ ઉર્ફે નભુ રતિલાલ સોલંકીવાળાએ અસ્લી ઓળખ છુપાવી યુવતીઓ તરીકે વાતચીત કરી પોતાને રૂપિયાની આર્થિક જરૂરીયાત હોય વિશ્વાસ કેળવી અન્ય મહિલા આરોપી પુજાબેન ચીરાગભાઈ વાઘેલા તથા ચીરાગ ઉર્ફે ઈમરાન ભગવાનભાઈ વાદ્યેલા બંન્ને રહે.ગણપતિ ફાટસરવાળાના અલગ-અલગ ખાતાઓમાં કટકે કટકે કુલ રૂ.૪,૨૮,૫૦૦ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી હતી.

જે અંગે ભોગ બનનાર શખ્સે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જેમાં ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ પુજાબેન ચીરાગભાઈ વાઘેલા તથા ચીરાગ ઉર્ફે ઈમરાન ભગવાનભાઈ વાઘેલાને ઝડપી પાડી હાથધરી હતી.

(10:59 am IST)