Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કોડીનારના વિઠ્ઠલપુર ગામે સ્ત્રીઓ માટે અલગ બસ સ્ટેન્ડ ઉભું કરાયું

બસ સ્ટેન્ડ પર મોબાઈલ ચાર્જિંગ, ટીવી, સીસીટીવી અને ડિજિટલ લાઈટ સિસ્ટમ પણ લગાવાઈ

ગીર સોમનાથ : મહિલાઓ માટે બસમાં અનામત સીટ છે ત્યારે હવે મહિલાઓ માટેની અલગ બસ પણ હશે અને સ્ત્રીઓ માટેનું અલગ બસ સ્ટેન્ડ ખરું ?  ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે સ્ત્રીઓ માટે અલગ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. 5 હજારની વસ્તી ધરાવતા વિઠ્ઠલપુર ગામમાં યુવા સરપંચની કુનેહની આ નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અત્યાધુનિક બસ સ્ટેન્ડ પર મોબાઈલ ચાર્જિંગ, ટીવી, સીસીટીવી અને ડિજિટલ લાઈટ સિસ્ટમ પણ લગાવાઈ છે. તો બસનું સમયપત્રક પણ લગાવાયું છે. સરપંચનું કહેવું છે કે આ સુવિધાથી મહિલાઓનું માન પણ જળવાશે અને આસપાસના લોકોને વિકાસ કાર્યો માટે શીખ પણ મળશે

(10:17 am IST)