Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સુરેન્દ્રનગરમાં પત્રકારો દ્વારા વડોદરાના ભાજપના ધારાસભ્ય વિરૂધ્ધ આવેદન અપાયું

વઢવાણ : તાજેતરમાં વડોદરા ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક ખાનગી ચેનલના મીડીયાકર્મી સાથે જાહેરમાં ગેરવર્તન કર્યું હતું અને પોતાના માણસો માટે મીડીયાકર્મીને મારી નાંખવાની (ઠોકાવી દેવાની) ખુલ્લી ધમકી આપી હતી જેનો સમગ્ર રાજયમાં લોકશાહીની ચોથી જાગીર એવાં મીડીયાકર્મીઓમાં ઘેરાપ્રત્યાઘાતો પડયાં છે અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના કર્મીઓએ જીલ્લા કલેકટર કે.રાજેશ સહિત પોલીસ વડા મહેન્દ્ર બગડીયાને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ગેરવર્તન તેમજ દાદાગીરી કરનાર ભાજપના ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ તકે મોટીસંખ્યામાં મીડીયાકર્મીઓ જોડાયા હતાં.

(10:15 am IST)