Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ચોટીલામાં એકતા કમલ વિદ્યાલય ના સંચાલક દ્વારા અશ્લીલ હરકતો કરતા ભારે રોષ : લોકોના ટોળા દ્વારા હાઈવે અને રસ્તા ઉપર ચક્કાજામ : શાળા સંકુલમાં તોડફોડ : આરોપીને સબક શીખવાડવા માંગણી

જીગ્નેશ શાહ દ્વારા ચોટીલા : ચોટીલાના થાનગઢ રોડ ઉપર આવેલ એકતા કમલ વિદ્યાલયના સંચાલક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવતા ભારે રોષ ફેલાઈ ગયો છે લોકોના ટોળા દ્વારા નેશનલ હાઈવે તથા થાનગઢ હાઇવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમજ શાળા સંચાલક સામે પોસ્કો અને એટ્રોસીટી મુજબ ગુનો નોંધીને જાહેરમાં સબક શીખવાડવા માંગણી ઉઠી છે

         આ લખાય છે ત્યારે રાત્રિના દસ વાગ્યે લોકોના ટોળા ચોટીલા પોલીસ સ્ટેશને ઉમટી પડયા છે અને ફરિયાદની તજવીજ હાથ ધરવામા આવી છે આ શાળા સંચાલક વારંવાર અશ્લીલ હરકતો કરતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(10:45 pm IST)